<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

૮૦ વર્ષના દાદાએ પૌત્રીની ઉંમરની યુવતી સાથે કર્યા નિકાહ

ઘડપણમાં ડોસાને જવાની ચડી! ૩૦ વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા છે જે બાદ લોકો ચાચાજીને ખરીખોટી સંભળાવી રહ્યા

 

 

નવી દિલ્‍હી તા.૩૦: સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો હસતાં-હસતાં લોટપોટ થઈ રહ્યા છે. આ વીડિયો એક ચાચાજીનો છે, જે ઉંમરના એ પડાવ પર છે, જ્‍યાં લોકો દુઆ માંગવામાં વ્‍યસ્‍ત રહે છે, પરંતુ આ ચાચા પોતાની જવાનીના સપનાઓ પૂરા કરતા દેખાઈ રહ્યા છે. હકીકતમાં, ૮૦ વર્ષની ઉંમરે ચચાજીએ ૩૦ વર્ષની જવાન દુલ્‍હનૅ સાથે લગ્ન કરી લીધા છે. આ વીડિયો જોઈને દરેક લોકો હેરાન થઈ ગયા હતા અને ફક્‍ત એ જ વિચારી રહ્યા છે કે, ચાચાજી, તમે આ શું કરી નાખ્‍યું. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ચાચાજી દુલ્‍હેરાજા બનીને શેરવાનીમાં સજધજ થઈને સ્‍ટેજ પર એક સુંદર દુલ્‍હન સાથે બેઠા છે, અને તેમની બાજુમાં તેમની સજધજ કરેલી દુલ્‍હન શરમાતી દેખાઈ રહી છે. દુલ્‍હન તો દેખાવમાં ચાચાજીની ઉંમરે તેમની દીકરીથી પણ નાની લાગે છે. નવી દુલ્‍હન પામીને ચાચાની ખુશી એવી છે કે જાણે કોઈ લોટરી જીતી હોય. તેઓ પોતાની દુલ્‍હન સાથે બેઠાં-બેઠાં કેમેરા સામે હસી આપી રહ્યા છે. આ દરમિયાન ચાચાના ચહેરાનો નૂર જોવાનું તો જ બને છે. ચાચા ખુશીથી ફૂલીને શરમાઈ રહ્યા છે. જાણે તેઓ કહી રહ્યા હોય, હજુ તો હું જવાન છું!

આ વીડિયોને ઇન્‍સ્‍ટાગ્રામ પર @bihari.broo નામના એકાઉન્‍ટથી શેર કરવામાં આવ્‍યો છે. જેને અત્‍યાર સુધી લાખો લોકોએ જોયો અને લાઈક કર્યો છે. (૩૮.૨)

 

(9:58 AM IST)