તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Monday, 30th June 2025
આ રથયાત્રા આસ્થા, સેવા, એકતાનું વિરાટ સ્વરૂપ છેઃ ગૌતમ અદાણી

રાજકોટઃ અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના સુપ્રીમો શ્રી ગૌતમભાઈ અદાણી, શ્રીમતી પ્રીતિબેન અદાણી અને પુત્ર સહિત અદાણી પરિવાર ઓડિશાના જગન્નાથ પુરી ખાતે ૧૨ દિવસ સુધી ચાલનાર આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીના પરિવારે દર્શન અને પૂજા કરી હતી.
જગન્નાથ પુરીમાં ચાલી રહેલી વિશ્વ -સિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વર્ષે એક અનોખુ દ્રશ્ય જોવા મળ્યો. અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને તેમના પત્ની પ્રીતિ અદાણી શનિવારે પુરીના પવિત્ર મંદિર શહેરમાં પહોંચ્યા અને આ ૧૨ દિવસીય આધ્યાત્મિક ઉત્સવમાં ભાગ લીધો, જે શુક્રવારથી શરૂ થયો છે અને ૮ જુલાઈ સુધી ચાલશે. આ ઉત્સવમાં ભારત અને વિદેશથી લાખો ભક્તો ઉમટી પડ્યા છે.
ભક્તિ અને સેવાના પ્રતિકરૂપે, અદાણી દંપતીએ પુરીમાં ‘‘ઈસ્કલન'' કિચન ખાતે પ્રસાદ સેવા કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો. અહીં તેમણે શ્રદ્ધાળુઓ અને સ્વયંસેવકો માટે ભોજન તૈયાર કરવામાં અને પીરસવામાં મદદ કરી. અદાણી ગ્રુપ, તેમના ચાલી રહેલા પરોપકારી પ્રયાસો હેઠળ, પુરી ધામમાં પ્રસાદ સેવા કાર્યક્રમ શરૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય યાત્રા દરમિયાન આવનારા ભક્તો અને યાત્રાનું સંચાલન કરતા ફ્રન્ટલાઈન કાર્યકરો બંનેને ભોજન પૂરું પાડવાનો છે.
ન્યૂઝ એજન્સી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં શ્રી ગૌતમ અદાણી અને તેમના પત્ની શ્રીમતિ પ્રીતિબેન ઈસ્કોન કિચનમાં પવિત્ર ભોજન પ્રસાદ તૈયાર કરવામાં અને લોકોને જાતે ભોજન પીરસવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને અદાણી દંપતીની સાદગી અને સેવાભાવનાને લોકો બિરદાવી રહ્યા છે.
આ વર્ષની રથયાત્રામાં ભારત અને વિશ્વભરના લાખો ભક્તોનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો છે, જેઓ ભગવાન જગન્નાથજી, તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્રજી અને તેમની બહેન દેવી સુભદ્રાના ભવ્ય રથયાત્રાના દર્શન કરવા પુરીમાં એકઠા થયા છે. એક ભવ્ય પરંપરાગત વિધિ હેઠળ, ત્રણેય દેવતાઓને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર લઈ જવામાં આવેલ છે, જ્યાં તેઓ એક અઠવાડિયા સુધી રોકાય છે. પુરીની શેરીઓ ભક્તિભાવપૂર્ણ મંત્રોચ્ચાર, પવિત્ર વિધિઓ અને શ્રદ્ધાના જીવંત રંગોથી જીવંત બની ઉઠી હતી, જેનાથી આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું.
અદાણી ગ્રુપે જગન્નાથપુરીની રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે ‘પ્રસાદ સેવા' શરૂ કરી શ્રી ગૌતમ અદાણીએ સોશિયલ મિડિયાના માધ્યમથી કહ્યું છે કે, ‘મહાપ્રભુ જગન્નાથજીની દિવ્ય રથયાત્રા દર્શનનો લ્હાવો મેળવીને ધન્યતા અનુભવી રહ્યો છું. આ રથયાત્રા આસ્થા, સેવા એકતાનું વિરાટ સ્વરૂપ છે. જે મન, બુદ્ધિ અને આત્મા ત્રણેયને પ્રસન્નતા આપે છે. પુરીની આ પવિત્ર ભૂમિમાં લાખો ભક્તો સાથે આ અદભૂત અનુભવનું સાક્ષી બનવું તે હંમેશા મારા જીવનની અમૂલ્ય ક્ષણો પૈકીની એક રહેશે.
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ યાત્રાળુઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને તેમને પૂરી ભક્તિ સાથે યાત્રામાં ભાગ લેવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી માઝીએ પોતાના સંદેશમાં કહ્યું, શ્રદ્ધા અને ભક્તિ સાથે રથયાત્રામાં જોડાઓ, રથ પર બિરાજમાન મહાપ્રભુના દિવ્ય દર્શન કરો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો.(૪૦.૧૫)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
