<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

અલ્લાહના દુશ્‍મનોને નેસ્‍તનાબૂદ કરી નાખીશું: ટ્રમ્‍પ-નેતન્‍યાહૂ વિરુદ્ધ ફતવો

ઈરાનના શિયા ધર્મગુરુ નાસેર મકારેમ શિરાઝીએ ફતવો બહાર પાડીને વિશ્વભરના મુસ્‍લિમોને એક થવા હાકલ કરી

 

તહેરાન,તા.૩૦: ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા અને ઇઝરાયલની કાર્યવાહી બાદ, તેહરાનના એક ટોચના શિયા ધર્મગુરુએ અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂ વિરુદ્ધ ફતવો બહાર પાડ્‍યો છે.

ન્‍યૂયોર્ક સનના અહેવાલ મુજબ, શિયા ધર્મગુરુ નાસેર મકારેમ શિરાઝીએ એક ફતવો બહાર પાડીને વિશ્વભરના મુસ્‍લિમોને એક થવાનું આહ્વાન કર્યું છે. ફતવામાં કહેવામાં આવ્‍યું છે કે કોઈપણ વ્‍યક્‍તિ કે સરકાર જે વૈશ્વિક ઇસ્‍લામિક સમુદાયના નેતળત્‍વ માટે ખતરો ઉભો કરે છે. યોગ્‍ય જવાબ આપવામાં આવશે. જે લોકો ઈરાનના સર્વોચ્‍ચ નેતાને ધમકી આપે છે અથવા તેમની હત્‍યા કરવાનો પ્રયાસ કરે છે તેઓ અલ્લાહના ક્રોધનો સામનો કરશે. આવા કળત્‍યને અલ્લાહનું અપમાન માનવામાં આવશે અને તેને અલ્લાહ સામેના યુદ્ધ તરીકે જોવામાં આવશે

તાજેતરના સમયમાં, આપણે જોયું છે કે કેવી રીતે યુએસ રાષ્‍ટ્રપતિ અને ઇઝરાયલી નેતાઓએ વારંવાર ઈરાનના સર્વોચ્‍ચ નેતાને ધમકી આપી છે. સર્વોચ્‍ચ નેતાની હત્‍યાની ધમકી અંગે ઇસ્‍લામિક સમુદાય અને તેના નેતળત્‍વની શું ફરજ છે? જો યુએસ સરકાર કે બીજું કોઈ આવી પ્રવળત્તિઓમાં સામેલ હોય તો વિશ્વભરના મુસ્‍લિમોની જવાબદારી શું છે?

ફતવામાં કહેવામાં આવ્‍યું છે કે જે કોઈ પણ ઇસ્‍લામિક ઉમ્‍માના નેતળત્‍વ અને એકતા માટે ખતરો ઉભો કરશે તેને અલ્લાહ વિરુદ્ધ બળવાખોર ગણવામાં આવશે.(૪૦.૧૦)

(10:14 AM IST)