<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

જામનગરમાં આવી રહી છે વધુ એક ઓઇલ રિફાઈનરી

મુંબઈ,તા.૩૦: રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ અને નાયરા એનર્જીની બે મહાકાય ઓઇલ રિફાઈનરીઓ પછી કેન્‍દ્ર સરકાર સંચાલિત ઓઇલ એન્‍ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) દ્વારા ગ્રીનફિલ્‍ડ રિફાઈનરી જામનગર જિલ્લાના દરિયાકાંઠા ઉપર સ્‍થાપવામાં આવે તેવી શકયતા છે. ONGCની આ રિફાઈનરી માટે સંયુક્‍ત સાહસ કરવા માટે સાઉદી અરેબિયાની કંપની-સાઉદી અરામકો-જોડાય તેવી શકયતા છે.જાણવા મળી રહ્યું છે તે મુજબ દરિયાકાંઠાની આ રિફાઈનરી અંગે બ્‍ફઞ્‍ઘ્‍ દ્વારા હાલ વિગતવાર શકયતા અહેવાલ (ડી.એફ.આર.) તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્‍યારબાદ, આ રિફાઈનરી પ્‍લાન્‍ટની ક્ષમતા, રોકાણ અને જગ્‍યા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.(૪૦.૮)

(10:20 AM IST)