<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

મેઘરાજા મહેરબાનઃ નવ દિવસ વહેલા ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો

૨૦૨૦ પછી પ્રથમ વખત નિયત સમય પહેલા સમગ્ર દેશમાં ચોમાસાની એન્‍ટ્રી : દિલ્‍હી, રાજસ્‍થાન, યુપી, હરિયાણાના બાકીના વિસ્‍તારોમાં પણ ચોમાસાનું આગમનઃ ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી બેનાં મોત, નવ શ્રમિકો લાપતા

 

નવી દિલ્‍હી/ શિમલા/ઉત્તરકાશી તા.૩૦: આ વર્ષે દેશભરમાં મેઘરાજા મહેરબાન બન્‍યાં છે અને સામાન્‍ય કરતાં નવ દિવસ વહેલા સમગ્ર દેશને આવરી લીધો છે. ૨૦૨૦ પછી પ્રથમ વખત નિયત સમય પહેલા સમગ્ર દેશમાં ચોમાસાની એન્‍ટ્રી થઈ ચુકી છે. ચોમાસું દિલ્‍હી તથા રાજસ્‍થાન, પヘમિ ઉત્તરપ્રદેશ અને હરિયાણાના બાકીના વિસ્‍તારોમાં પણ વધુ આગળ વધ્‍યું હતું, એમ હવામાન વિભાગે જણાવ્‍યું હતું.

સામાન્‍ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસાનું આગમન થતું હોય છે અને ૮ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લેતું હોય છે. જોકે આ વર્ષે ૨૪ મેએ કેરળમાં ચોમાસું આવી પહોંચ્‍યું હતું અને ૨૯ જૂન સુધીમાં સમગ્ર દેશને આવરી લીધો છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસમાં ઉત્તરપヘમિ, મધ્‍ય, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના ઘણા વિસ્‍તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી પણ કરી છે. IMDએ ૧ જુલાઈ સુધી ઝારખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદનો રેડ એલર્ટ જારી કર્યો હતો. ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, દેહરાદૂન, ટિહરી, પૌરી, હરિદ્વાર અને નૈનિતાલ સહિતના જિલ્લામાં ૨૯-૩૦ જૂને ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે.

ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં યમુનોત્રી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ નજીક વાદળ ફાટવાથી ભૂસ્‍ખલન થયું હતું અને તેનાથી હોટેલનું બાંધકામ કરી રહેલા કામદારોની કેમ્‍પસાઇટને ભારે નુકસાન થયું હતું. ભૂસ્‍ખલ થયું ત્‍યારે સ્‍થળ પર ૨૯ શ્રમિકો હતાં. તેમાંથી ૨૦ને બચાવી લેવાયા હતાં, જ્‍યારે નવ લાપતા બન્‍યાં હતાં. પોલીસે જણાવ્‍યું હતું કે ભૂસ્‍ખલન થયું તે સ્‍થળથી લગભગ ૧૮ કિમી દૂર તિલાડી શહીદ સ્‍મારક નજીક યમુના નદીના કિનારેથી બે શ્રમિકોનાના મળતદેહ મળી આવ્‍યા હતાં.મજૂરો નેપાળી મૂળના હોવાનું કહેવાય છે. NDRF, SDRF અને પોલીસ કર્મચારીઓએ સર્ચ એન્‍ડ રેસ્‍કયુ અભિયાન ચાલુ કર્યું હતું. ભૂસ્‍ખલનના કાટમાળથી હાઇવે બ્‍લોક થઈ ગયો હતો, અને યમુનોત્રીથી પરત ફરતા યાત્રાળુઓને હાઇવે બંધ હોવાથી સલામત સ્‍થળોએ રહેવાનું કહેવામાં આવ્‍યું હતું.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર રવિવારે સવારે ૮.૩૦ વાગ્‍યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ચંદીગઢમાં ૧૧૯.૫ મીમી વરસાદ પડ્‍યો હતો. પંજાબના ફિરોઝપુર, મોહાલી, લુધિયાણા, પટિયાલા, પટિયાલા અને રૂપનગરમાં વરસાદ પડ્‍યો હતો.

ઝારખંડની રાજધાની રાંચીમાં રવિવાર સવારથી હળવોથી મધ્‍યમ વરસાદ ચાલુ થયો હતો. રાજ્‍યના પૂર્વ સિંહભૂમ જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબેલી સ્‍કૂલમાં ફસાયેલા ઓછામાં ઓછા ૧૬૨ વિદ્યાર્થીઓને પોલીસે રવિવારે બચાવી લીધા હતાં. શિક્ષકો અને વિદ્યાર્થીઓને છત પર રાત વિતાવી હતીં. મુખ્‍યમંત્રી હેમંત સોરેને રવિવારે આપત્તિ વ્‍યવસ્‍થાપન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્‍યું હતું. ઝારખંડમાં ૧ જૂનથી ૨૮ જૂન દરમિયાન ૮૦ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

અવિરત ભારે વરસાદને કારણે ભૂસ્‍ખલનના વધતા જોખમને ધ્‍યાનમાં રાખીને ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને સાવચેતીના પગલા તરીકે એક દિવસ માટે મુલતવી રખાઈ હતી. આ પ્રદેશમાં બગડતી હવામાન પરિસ્‍થિતિઓ વચ્‍ચે હજારો યાત્રાળુઓ અને રહેવાસીઓના જીવન અને સંપત્તિની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવ્‍યું છે.

શિમલાના હવામાન કેન્‍દ્રે હિમાચલ પ્રદેશના ૧૦ જિલ્લાઓમાં ભારે વરસાદનો રેડ એલર્ટ આપ્‍યો હતો. શનિવારની રાત્રે પડેલા ભારે વરસાદને કારણે શિમલા-કાલકા રેલ લાઇન પર  ટ્રેન સેવાઓ કલાકો સુધી સ્‍થગિત કરાઈ હતી. રાજ્‍યમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયા હતાં.(૪૦.૬)

(10:21 AM IST)