<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

ઈરાને ટ્રમ્‍પનો બદલો ઈલોનથી લીધો : સેટેલાઈટ ઈન્‍ટરનેટ સર્વિસ આપતી સ્‍ટારલિંક સામે પ્રતિબંધ મૂકયો

 

 તહેરાન, તા.૩૦: ઈરાને અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો બદલો ઉદ્યોગપતિ ઈલોન મસ્‍કથી લીધો છે. ઈરાનની સંસદે દેશમાં ઈલોન મસ્‍કની સેટેલાઇટ ઇન્‍ટરનેટ સેવા સ્‍ટારલિંક પર પ્રતિબંધ મૂકયો છે. ઈરાનની સંસદમાં કહેવામાં આવ્‍યું છે કે સ્‍ટારલિંક મંજૂરી વિના દેશમાં કાર્યરત હતી અને દેશની સાર્વભૌમત્‍વને જોખમમાં મૂકી રહી હતી.

ઈન્‍ટરનેટ સેવાઓ પર દેખરેખ શા માટે જરૂરી છે? : અહેવાલો અનુસાર, ઈરાનની સંસદે સ્‍ટારલિંક જેવી સેટેલાઇટ ઈન્‍ટરનેટ સેવાઓ સહિત લાઈસન્‍સ વિનાના ઈલેક્‍ટ્રોનિક સંચાર ઉપકરણોના ઉપયોગને ગુનાહીત બનાવતો કાયદો પસાર કર્યો છે. આ હેઠળ, ગુનેગારોને જેલની સજાનો સામનો કરવો પડશે. સ્‍ટારલિંકનો ઉપયોગ ઈન્‍ટરનેટ પ્રતિબંધો અને સ્‍થાનિક કંપનીઓની નબળી સેવાને કારણે કરવામાં આવ્‍યો હતો. ઈરાની અધિકારીઓને હવે ડર છે કે બિન-નિરીક્ષણ કરાયેલ મોબાઇલ ઇન્‍ટરનેટ સેવાનો ઉપયોગ કથિત ઈઝરાયલી જાસૂસોને તેલ અવીવનો સંપર્ક કરવામાં સક્ષમ બનાવી શકે છે.

ઈઝરાયલ સાથેના ૧૨ દિવસના યુદ્ધ અને વિદેશી પ્રભાવ અને માહિતી નિયંત્રણ અંગે વધતી ચિંતાઓને ધ્‍યાનમાં રાખીને ૨૩મી જૂને ઈરાની સંસદમાં આ કાયદો રજૂ કરવામાં આવ્‍યો છે. એવા અહેવાલો સામે આવ્‍યા હતા કે, યુદ્ધ દરમિયાન ઈરાનમાં ઈન્‍ટરનેટ પ્રતિબંધ હોવા છતાં ઘણાં લોકો સ્‍ટારલિંકનો ઉપયોગ કરી રહ્યા હતા. આનાથી રાષ્‍ટ્રીય સુરક્ષા માટે ખતરો વધે છે.

‘રાષ્‍ટ્રીય સુરક્ષા, હિત વિરુદ્ધ ઈઝરાયલ અને દુશ્‍મન દેશો સાથે જાસૂસી અને સહયોગ માટે દંડમાં વધારો' શીર્ષક ધરાવતા આ કાયદામાં ૯ કલમો છે. તે રાષ્‍ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાતી વિવિધ પ્રવળત્તિઓ માટે કડક સજાની જોગવાઈ કરે છે. નવા કાયદા હેઠળ, ઈઝરાયલ અને અન્‍ય દુશ્‍મન રાજ્‍યો સાથે કોઈપણ ગુપ્ત માહિતી શેર કરવા પર મળત્‍યુદંડની સજા છે.

(11:26 AM IST)