<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

૫૫,૦૦૦ કરોડના ખર્ચે બનેલો મહારાષ્ટ્રનો સમૃદ્ધિ એક્સપ્રેસવે ઉદ્ઘાટનના ૩૦ દિવસમાં જ 'નદી'માં ફેરવાઈ ગયો: ગુણવત્તા પર સવાલ : જુઓ વિડિઓ

મુંબઈ/નાગપુર: મહારાષ્ટ્રના ₹ ૫૫,૦૦૦ કરોડના મુંબઈ-નાગપુર સમૃદ્ધિ મહામાર્ગનો એક ભાગ ઉદ્ઘાટનના માત્ર ૩૦ દિવસ પછી જ ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો. આ ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેણે મહામાર્ગના નિર્માણ કાર્યની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

 

 

ભારે વરસાદથી નાગપુર નજીક એક્સપ્રેસવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. આટલા મોટા બજેટ અને આધુનિક દાવાઓ છતાં ટૂંકા ગાળામાં પાણી ભરાવાની ઘટનાએ સત્તાવાળાઓની કામગીરી સામે શંકા પેદા કરી છે.

 

 

મીડિયા કવરેજ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે, એવું જોર શોરથી ચર્ચાય છે કે કે જો આ ઘટના કોંગ્રેસના શાસન હેઠળના બેંગલુરુમાં બની હોત તો કદાચ તેને ખૂબ ચગાવવામાં આવ્યું હોત. 

 

 

નિષ્ણાતો ડ્રેનેજ સિસ્ટમની ખામી અથવા નબળા બાંધકામને જવાબદાર ગણી રહ્યા છે. રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે, પરંતુ આ ઘટનાએ માળખાકીય સુવિધાઓના નિર્માણમાં પારદર્શિતા અને ગુણવત્તા નિયંત્રણની જરૂરિયાત પર ફરી એક વખત ભાર મૂક્યો છે.

 

(11:52 AM IST)