News of Monday, 30th June 2025
રેલવેની કડક કાર્યવાહી: TTEએ એક દિવસમાં વસુલ કર્યા ₹1.72 લાખ: મોટો રેકોર્ડ બનાવ્યો
નાગપુરમાં ફરજ બજાવતા હેડ ટિકિટ એક્ઝામિનર આલોક કુમાર ઝાએ ટિકિટ વિના મુસાફરી કરનારા 220 મુસાફરો પાસેથી કુલ ₹1.72 લાખનો દંડ વસૂલીને રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી : ભારતીય રેલ્વેને દેશના લાખો મુસાફરો માટે સસ્તું અને સુવિધાજનક પરિવહન માધ્યમ માનવામાં આવે છે. જોકે, ઘણી વખત કેટલાક મુસાફરો ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે, જેના કારણે રેલ્વેને નાણાકીય નુકસાન ભોગવવું પડે છે. આવા લોકોને પકડવા માટે રેલ્વે દ્વારા ચેકિંગ ઝુંબેશો હાથ ધરવામાં આવે છે.
હાલમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ટિકિટ ચેકિંગ ઝુંબેશ દરમિયાન એક TTEએ એક જ દિવસમાં ટિકિટ વગર મુસાફરી કરતાં અનેક મુસાફરો પાસેથી કુલ ₹1.72 લાખ રૂપિયાનું દંડ વસૂલ્યો હતો. ત્યારે જાણો શું છે સમગ્ર મામલો.
નાગપુરમાં ફરજ બજાવતા હેડ ટિકિટ એક્ઝામિનર આલોક કુમાર ઝાએ ફરજ પરની નિષ્ઠા દર્શાવતા ટિકિટ વિના મુસાફરી કરનારા 220 મુસાફરો પાસેથી કુલ ₹1.72 લાખનો દંડ વસૂલીને રેકોર્ડ બનાવ્યો છે. આ ઘટના દાનાપુરથી SMVT બેંગલુરુ જતી વિશેષ ટ્રેન (03251 DNR SMVB SPL) દરમિયાન બની હતી
આલોક ઝાની કાર્યશૈલી અને સમર્પણને લઈને સોશિયલ મીડિયા પર લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. ઘણી પોસ્ટ્સમાં તેઓના પ્રામાણિક પ્રયાસો માટે પ્રશંસા કરવામાં આવી છે. કેટલાક યુઝર્સે સૂચન આપ્યું કે આવાં કર્મચારીઓને ઇનામ અને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી રેલ્વેમાં ગેરકાયદેસર મુસાફરી પર અંકુશ લાગી શકે
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
