News of Monday, 30th June 2025
૫૦ વર્ષની આન્ટીએ ૨૨ની ઉંમરના છોકરા સાથે કર્યા લગ્ન
દીકરાની ઉંમરના છોકરા જોડે મહિલાએ કર્યા લગ્ન

નવી દિલ્હી, તા.૩૦: વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે આટલા ઉંમરના તફાવત સાથે લગ્ન કેમ કર્યા, ત્યારે તેણે જવાબ આપ્યો કે જાણીને ચોંકી જવાશે.
મોટાભાગે એવું જોવા મળે છે કે, મોટી ઉંમરના પુરુષો પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે લગ્ન કરતા હોય છે. આ વાત હવે સમાજમાં બહુ સામાન્ય નથી રહી. પરંતુ હજુ પણ પ્રેમમાં પડેલા લોકોમાં ઉંમરનો એવો મોટો તફાવત જોવા મળે છે. પરંતુ સવાલ એ છે કે શું આ યોગ્ય છે? શું આ સામાજિક, શારીરિક અને માનસિક રીતે યોગ્ય હોઈ શકે છે? એક વીડિયોમાં ૫૦ વર્ષની મહિલાએ ૨૨ વર્ષના યુવક સાથે લગ્ન કર્યા છે અને કારણ આપતાં કહ્યું છે કે પ્રેમની કોઈ ઉંમર કે સીમા નથી હોતી.
વીડિયોમાં એક મહિલા એક યુવક સાથે જોવા મળે છે. બંને માળા પહેરીને છે. મહિલાના માથા પર સિંદૂરથી માંગ ભરેલી છે. એક શખ્સે તેમનું ઇન્ટરવ્યૂ લીધું હતું, જેના જવાબમાં મહિલાએ કહ્યું કે, ‘મારી ઉંમર ૫૦ વર્ષ છે, અને તેની ઉંમર ૨૨ વર્ષ છે. અને અમે બંને પ્રેમ કરતા હતા અને તેથી અમે લગ્ન કરી લીધા.'
આ પર ઇન્ટરવ્યૂ લેતો વ્યક્તિ પૂછે છે, તો આટલો તફાવત હોવા છતાં તમે આટલી ઓછી ઉંમરના છોકરા સાથે કેમ લગ્ન કર્યા? આના પર મહિલાએ બેબાક રીતે જવાબ આપ્યો કે, ‘એવું કંઈ નથી, પ્રેમની કોઈ સીમા કે ઉંમર નથી હોતી.' ધ્યાનમાં લેવાની વાત એ છે કે જ્યાં મહિલા સૂટમાં છે, ત્યાં છોકરો ટીશર્ટ પહેરીને છે. એવું લાગે છે કે બંનેએ મંદિરમાં લગ્ન કર્યા છે.
આ વીડિયોને @parmartinkuji એકાઉન્ટ પરથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધી ૧૭ લાખ વ્યૂઝ મળી ચૂકયા છે. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ નવપરિણીત દંપતીને ખરીખોટી સંભળાવી રહ્યા છે. એક સેક્શનમાં યુઝરે લખ્યું કે, ‘હેલો ભાઈ, આને પણ જોઈ લો.' કેટલાક યુઝર્સે આ પર વિરોધ વ્યક્ત કર્યો છે તો કેટલાકે તેને માત્ર મજાકમાં લઈને મજેદાર કોમેન્ટ્સ કરી છે. એકે લખ્યું છે કે, લગ્ન કરવાની શું જરૂર હતી, પુત્ર બનાવી રાખતી, વળદ્ધાવસ્થામાં તમારો સહારો આપત અને તમારા ઘરની વંશપરંપરા પણ આગળ વધતી. રાધે-રાધે જય શ્રી કળષ્ણ. બીજા યુઝરે લખ્યું છે, ‘ઠીક છે, ૨૬ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં આવીને તમારું ઇનામ લઈ જજો. ત્રીજા યુઝરે લખ્યું છે, પ્રેમની કોઈ સીમા નથી હોતી, સીમા હૈદર હોય છે.'
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
