<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

૩૨ કલાકનો ભયંકર ટ્રાફિક જામઃ ૮ કિલોમીટર સુધી ૪૦૦૦ વાહનો ફસાયાં : ત્રણ જણના તો રસ્‍તામાં જીવ જતા રહ્યા

મધ્‍ય પ્રદેશના ઇન્‍દોર-દેવાસ હાઇવે પર પ્રશાસનની જીવલેણ બેદરકારી

ભોપાલ, તા.૩૦: મધ્‍યપ્રદેશમાં ઇન્‍દોર-દેવાસ હાઇવે પર ગુરુવાર અને શુક્રવાર વચ્‍ચે થયેલા ૩૨ કલાકના ભયંકર ટ્રાફિક જૅમમાં ફસાયેલા ત્રણ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા. ગુરુવારે સાંજે શરૂ થયેલા અને શુક્રવારની રાત સુધી ચાલેલા આ ટ્રાફિક જૅમમાં ૮ કિલોમીટર જેટલા પટ્ટામાં આશરે ૪૦૦૦ વાહનો ફસાયાં હતાં. આ ટ્રાફિક જૅમ ૬ લેનનો બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે એને લીધે થયો હતો, બ્રિજના આ કામને લીધે વાહનોએ સાંકડા, ખાડાવાળા, વરસાદના પાણીથી ભરેલા સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડ્‍યો હતો. એ ઉપરાંત આસપાસનાં ગામોમાંથી જવાનું કોઈ ડાઇવર્ઝન નહોતું આપવામાં આવ્‍યું. પરિણામે જે અંતર કાપતાં માત્ર અડધો કલાક લાગે છે એ અંતર કાપવામાં સાતેક કલાક લાગ્‍યા હતા અને એને કારણે ઍમ્‍બ્‍યુલન્‍સ, સ્‍કૂલબસ ઉપરાંત કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોતનો કાફલો પણ અટવાઈ ગયો હતો.

આ ટ્રાફિક જૅમને લીધે જે ત્રણ જણે જીવ ગુમાવ્‍યા એમાં ૬૫ વર્ષના ખેડૂત, પંચાવન વર્ષના કૅન્‍સર પેશન્‍ટ અને ૩૨ વર્ષના સિકયૉરિટી ગાર્ડનો સમાવેશ હતો

(4:02 PM IST)