News of Monday, 30th June 2025
અનંત અંબાણીને રિલાયન્સમાં રૂ.૧૦-૨૦ કરોડનું વેતન, પ્રોફિટ કમિશન મળશે
અનંતને આ વર્ષે એપ્રિલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિકયુટિવ ડિરેક્ટર નિયુક્ત કરાયા છે

નવી દિલ્હી તા.૩૦: બિલિયોનેર મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિકયુટિવ તરીકે નિયુક્ત થયેલા અનંત અંબાણીને વાર્ષિક વેતન તરીકે ૧૦-૨૦ કરોડ વત્તા કંપનીના નફા પેટે કમિશન સહિતના પર્ક્સ ચૂકવવામાં આવશે.
મુકેશ અંબાણીના ત્રણ સંતાનો - આકાશ, ઈશા અને અનંત-ને ૨૦૨૩માં રિલાયન્સના નોન-એક્ઝિકયુટિવ ડિરેક્ટર નિયુક્ત કરાયા હતા. અનંતને આ વર્ષે એપ્રિલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિકયુટિવ ડિરેક્ટર નિયુક્ત કરાયા છે. નોન-એક્ઝિકયુટિવ ડિરેક્ટર્સ તરીકે ત્રણેયને કોઈ વેતન નથી મળતું અને તેમને ૨૦૨૩-૨૪માં ૪ લાખની સિટિંગ ફી તથા પ્રોફિટ પર પ્રત્યેકને ૯૭ લાખ કમિશન ચૂકવવામાં આવ્યું હતું. પરંતુ ૩૦ વર્ષીય અનંત હવે એક્ઝિકયુટિવ ડિરેક્ટર હોવાથી તેમને સેલરી અને અન્ય લાભ મળશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરબજારને રવિવારે આપેલી માહિતીમાં કહ્યું કે નિમણૂક માટે પોસ્ટલ બેલટથી શેરધારકોની મંજૂરી માગવામાં આવી છે.
પોસ્ટલ બેલટમાં રિલાયન્સે કહ્યું કે અનંતને ‘સેલરી, પરક્વિઝિટ્સ અને એલાઉન્સ પેટે વર્ષે ૧૦-૨૦ કરોડની રેન્જમાં મળશે. પરક્વિઝિટ્સ અને એલાઉન્સમાં એકોમોડેશન કે એચઆરએ મળશે, હાઉસ મેઈન્ટેનન્સ એલાઉન્સ મળશે, ગેસ, વીજળી, ર્ફનિંશિંગ, રિપેર માટે એલાઉન્સ મળશે. પોતાના અને પરિવાર માટે લીવ ટ્રાવેલ કન્સેશન સહિતના લાભ મળશે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
