હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટે ભાગેડુ લલિત મોદીને આપ્યો ઝટકો
હવે BCCIને આપવા પડશે કરોડો રૃપિયાઃભાગેડુ લલિત મોદીએ ઈડીની દંડાત્મક કાર્યવાહી વિરુદ્ધ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી

મુંબઈ, તા.૩૦
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટે (ED) ભાગેડુ લલિત મોદીને ૧૦.૬૫ કરોડ રૃપિયાનો દંડ ફટકાર્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ ઝટકો આપ્યો છે. લલિત મોદીએ ઈડીની દંડાત્મક કાર્યવાહી વિરુદ્ધ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ઈડીએ દંડ ફટકારેલ રકમ બીસીસીઆઈને ચૂકવવા લલિત મોદીને નિર્દેશ આપવા કોર્ટને વિનંતી કરી હતી. જોકે સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ પી.એસ.નરસિમ્હા અને ન્યાયાધીશ આર.મહાદેવનની બેંચે કહ્યું કે, 'લલિત મોદીને કાયદા મુજબ વૈકલ્પિક ઉપાયોનો લાભ મેળવવાનો અધિકાર છે.' ૧૯ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ મુંબઈ હાઈકોર્ટે લલિત મોદી પર એક લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને ફટકારાયેલ ૧૦.૬૪ કરોડ રૃપિયાના દંડની ચુકવણી બીસીસીઆઈને કરવા નિર્દેશ આપવાની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, લલિત મોદીએ કરેલી અરજી સંપૂર્ણ ભ્રામક છે, કારણ કે ન્યાયિક સત્તાવાળાઓ હ્લઈસ્છ હેઠળ લલિત મોદીને દંડ ફટકાર્યો હતો. તેણે અરજીમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં મારી ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી. આ દરમિયાન તેઓ BCCIની પેટા સમિતિ, ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ બોડીના અધ્યક્ષ પણ હતા. અરજીમાં દાવો કરાયો હતો કે બીસીસીઆઈએ તેમને પેટા-નિયમો મુજબ વળતર આપવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રિમિયર લીગના કમિશ્નર તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૯માં લલિત મોદી પર આઈપીએલના ટીવી રાઈટ આપવામાં કરોડો રુપિયાનુ કમિશન લેવા સહિતના વિવિધ આરોપ લાગ્યા હતા.એ પછી ધરપકડ છોડીને બચવા માટે ૨૦૧૦માં ફરાર થઈને બ્રિટન પહોંચી ગયેલા લલિત મોદીએ વાનુઆતુ નામના ટાપુ દેશની તાજેતરમાં નાગરિકતા લઈ લીધી છે. ભારત સરકાર ૨૦૧૮થી તેમના પ્રત્યાર્પણ માટે પ્રયત્ન કરી રહી છે, પણ હજી સુધી સફળતા મળી નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
