<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

મોદી વિરોધી, બીજેપી વિરોધી, એન્ટી ઈન્ડિયા એજન્ડા ચલાવનાર ઝોહરાન મમદાનીને ફન્ડીંગ કરતી સંસ્થા કઈ ?

ઝોહરાન મમદાનીને અમેરિકાની ઈસ્લામિક સંસ્થા CAIR (કાઉન્સિલ ઓન અમેરિકન ઈસ્લામિક રિલેશન્સ) દ્વારા તગડુ ફન્ડીંગ આવે છે. આ એ જ સંસ્થા છે જે ભારત, હિંદુઓ અને ઈજરાયેલ વિરુદ્ધ નફરત ફેલાવવા માટે જાણીતી છે. CAIR એ મમદાનીને કૂલ એક લાખ ડૉલરનું અત્યાર સુધી ફન્ડીંગ કર્યુ છે.

ડેમોક્રેટિક પ્રાઇમરી જીત્યા પછી ન્યૂયોર્ક સિટીના મેયર બનવા જઈ રહેલા ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા મીરા નાયરના પુત્ર ઝોહરાન મમદાની, વડાપ્રધાન મોદી પરના તેમના નિવેદન માટે ટીકાનો વરસાદ વરસી રહ્યો છે.. તેમનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ 2002ના ગુજરાત રમખાણો માટે વડાપ્રધાન મોદી પર નિશાન સાધી રહ્યા છે અને ગુજરાતમાં મુસ્લિમોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા પછી, માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ તેમના મતવિસ્તારમાં લગભગ બે લાખ ભારતીય અમેરિકન સમુદાયના લોકોએ પણ તેમની ટીકા કરી છે. મમદાનીને  CAIR કરે છે ફન્ડીંગ મમદાનીને અમેરિકન ઇસ્લામિક સંગઠન CAIR તરફથી ભંડોળ મળ્યું છે, જેના પર ભારત અને હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ છે.  જે CAIR ઝોરહાન મમદાનીને ફન્ડીંગ કરી રહી છે.

 

 

(11:49 PM IST)