News of Tuesday, 1st July 2025
અમેરિકા : ઓહિયોમાં ભયાવહ વિમાન દુર્ઘટના : યંગ્સટાઉન-વોરેન એરપોર્ટ નજીક ટેકઓફના મિનિટોમાં નાનું વિમાન ક્રેશ : ૬ના કરૂણ મોત!
સેસના ૪૪૧ વિમાનમાં સવાર તમામ ૬ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત : બોઝમેન, મોન્ટાના જઈ રહેલું વિમાન દુર્ગમ વિસ્તારમાં ખાબક્યું : અધિકારીઓએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી : FAA અને NTSB દ્વારા તપાસ હાથ ધરાઈ

ઓહિયો, તા. ૩૦ : અમેરિકાના ઓહિયો રાજ્યમાં રવિવારે સવારે એક હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના બની છે, જ્યાં યંગ્સટાઉન-વોરેન રિજનલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ એક નાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ છ લોકોના કરૂણ મોત થયા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, સેસના ૪૪૧ પ્રકારનું આ વિમાન છ વ્યક્તિઓ સાથે ઉડાન ભર્યા બાદ તરત જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સત્તાવાળાઓ સોમવારે પણ ઘટનાસ્થળે હાજર રહીને તપાસ કરી રહ્યા હતા.
કોઈ બચ્યું નહીં: દુર્ગમ સ્થળ અને 'સૌથી શ્રેષ્ઠ' પાઈલટ્સ:
વેસ્ટર્ન રિઝર્વ પોર્ટ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એન્થોની ટ્રેવેનાએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી કે, વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત બચ્યું નથી. પીડિતોના મૃતદેહોને ટ્રમ્બુલ કાઉન્ટી કોરોનરની ઓફિસમાં લઈ જવામાં આવ્યા છે, જોકે તેમના નામ જાહેર કરવામાં આવ્યા નથી. હોવલેન્ડ ટાઉનશીપ ફાયર ચીફ રેમન્ડ પેસે જણાવ્યું કે, દુર્ઘટના સ્થળ સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ હતું. પેસે વધુમાં ઉમેર્યું કે, "આ એક અત્યંત કરુણ પરિસ્થિતિ છે, પરંતુ તે વધુ ખરાબ પણ થઈ શકી હોત," તેમણે નોંધ્યું કે વિમાન જ્યાં ક્રેશ થયું તે સ્થળ નજીક ત્રણ મકાનો હતા, જેના પર કોઈ અસર થઈ ન હતી.
એવિએશન કંપની JETS FBO નેટવર્કના પ્રમુખ માઈકલ હિલમેને જણાવ્યું કે, સાર્વજનિક રૂપે ઉપલબ્ધ ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાનનું ગંતવ્ય બોઝમેન, મોન્ટાના હતું. હિલમેને દુર્ગ્રસ્ત પાઈલટ્સ અને વિમાનના સ્ટાફ વિશે ઊંડા દુઃખ સાથે જણાવ્યું, "આ ફિલ્ડમાં અને પાઈલટ્સમાં આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકો હતા. હું તેમના વિશે પૂરતું કહી શકતો નથી." તેમણે ઉમેર્યું, "હું દિવસને પાછો ફેરવીને તેમને નાસ્તા માટે લઈ જવા માંગુ છું."
તપાસનો ધમધમાટ:
FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) આ દુર્ઘટનાની તપાસ કરશે, જેમાં NTSB તપાસનું નેતૃત્વ કરશે. આ ઘટનાએ વિમાન સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતા ઊભી કરી છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
6 dead after plane crashes into backyard of home in Howland Township, Ohiopic.twitter.com/Iz9T0feOqZ
— Breaking911 (@Breaking911) June 30, 2025
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
