<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

વોરન બફેટે ૫૧,૨૯૧ કરોડ રૂપિયાની કરી ચેરિટી

પોતાની સંપત્તિના મોટા હિસ્‍સાને ૨૦ વર્ષથી દાન કરતા વોરન બફેટે આ વર્ષે બર્કશાયર હેથવેના ૬૦૦ કરોડ ડોલરના શેર દાન કર્યા હતાઃ શુક્રવારે તેઓ વિશ્વના પાંચમા સૌથી અમીર હતા, આ દાન પછી છઠ્ઠા નંબરે આવ્‍યા છે

 

 

ન્‍યુયોર્ક,તા.૦૧: છેલ્લાં ૨૦ વર્ષથી અમેરિકન ઇન્‍વેસ્‍ટર અને પરોપકારી વોરન બફેટ દર વર્ષે તેમની કમાણીમાંથી મોટો હિસ્‍સો દાનમાં આપતા આવ્‍યા છે. આ વખતે તેમણે બર્કશાયર હેથવે કંપનીના લગભગ ૬૦૦ કરોડ ડોલરના શેર દાન કરી દીધા છે જેની કિંમત લગભગ ૫૧,૨૯૧ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ અત્‍યાર સુધીનાં વર્ષોમાં તેમણે કરેલા દાનમાં સર્વાધિક છે. ફોર્બ્‍સ મેગેઝિન અનુસાર શુક્રવારે આટલી મોટી રકમ દાન કર્યા પહેલાં તેઓ વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પાંચમા ક્રમે હતા અને દાન પછી તેઓ છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે.

આ વર્ષે તેમણે ૬૦૦ કરોડ ડોલરનું દાન કર્યું છે, જ્‍યારે ૨૦૨૪માં તેમણે ૫૩૦ અબજ ડોલર અને ૨૦૨૩માં તેમણે ૧૧૪ અબજ ડોલરનું દાન કર્યું હતું. તેઓ ૨૦૦૬ની સાલથી કમાણીમાંથી ચોક્કસ હિસ્‍સો ચેરિટીમાં આપતા આવ્‍યા છે.(૪૦.૮)

(9:39 AM IST)