News of Tuesday, 1st July 2025
કોંગ્રેસના ૧૫૦ સાંસદોને રશિયાથી નાણાં મળ્યાં હતાં
રશિયાના ‘‘એજન્ટ'' તરીકે કામ કરતા હતાઃ નિશાકાંત દૂબે

નવી દિલ્હી,તા.૦૧: ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા ૨૦૧૧માં જાહેર કરાયેલા એક દસ્તાવેજને શેર કરીને આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના નિવળત્ત નેતા એચ. કે. એલ. ભગતના નેતળત્વ હેઠળ ૧૫૦થી વધુ કોંગ્રેસ સાંસદોને સોવિયત સંઘ (રશિયા) દ્વારા નાણાકીય સહાય આપવામાં આવી હતી અને તેઓ રશિયાના એજન્ટ તરીકે કામ કરતા હતા.
નિશિકાંત દુબેએ ‘એક્સ' પોસ્ટમાં ‘કોંગ્રેસ, કરપ્શન અને ગુલામી' શીર્ષક હેઠળ લખ્યું છે કે આ અવર્ગીકળત ગુપ્ત દસ્તાવેજ ૨૦૧૧માં સીઆઈએ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. તે મુજબ એચ. કે. એલ. ભગતના નેતળત્વ હેઠળ ૧૫૦થી વધુ કોંગ્રેસ સાંસદોને સોવિયત રશિયા દ્વારા નાણાં આપવામાં આવ્યાં હતાં અને તેઓ એજન્ટ તરીકે કામ કરતા હતા?
ભાજપ સાંસદે આરોપ લગાવ્યો કે પત્રકારોનું એક જૂથ પણ રશિયાનું એજન્ટ હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમણે જે દસ્તાવેજ શેર કર્યો છે તેમાં રશિયાની તરફથી પ્રસિદ્ધ કરાયેલા ૧૬,૦૦૦ સમાચાર લેખોની સૂચિ છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના શાસન દરમિયાન રશિયન ગુપ્તચર એજન્સીના ૧૧૦૦ લોકો ભારતમાં હતા, અને તેમણે અધિકારીઓ, વેપારી સંગઠનો, કમ્યુનિસ્ટ પાર્ટીઓ અને જનમત રચનારાઓને તેમનાં ખિસ્સામાં રાખ્યા હતા.
તેમણે વધુમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસનાં ઉમેદવાર સુભદ્રા જોશીએ સોવિયત સંઘના શાસન દરમિયાન ચૂંટણી માટે જર્મન સરકારથી ૫ લાખ રૂપિયા લીધા હતા અને હાર્યા પછી ઈન્ડો-જર્મન ફોરમનાં અધ્યક્ષ બની ગયાં હતાં. (૪૦.૫)
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
