<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

એર ન્‍યુઝીલેન્‍ડ એરલાઈન્‍સ દુનિયાની સૌથી સુરક્ષિત એરલાઈન

બીજા સ્‍થાને આવે છે ઓસ્‍ટ્રેલિયાની કાંટાસ એર લાઈન્‍સ અને ત્રીજા નંબરે આવે છે હોંગકોંગની પ્રમુખ એરલાઈનમાંથી એક એવી કૈથે પેસેફિક એરલાઈન્‍સઃ યાદીમાં ભારતની એક પણ એર લાઈનનો સમાવેશ નથી

 

 

નવી દિલ્‍હી,તા.૦૧: અમદાવાદ દુર્ઘટના બાદથી લોકોમાં એર ટ્રાવેલને લઈને ગભરાટ જોવા મળી રહ્યો છે અને લોકોના મનમાં સૌથી સુરક્ષિત એર લાઈન્‍સ કઈ છે એને લઈને પણ મનમાં સેંકડો સવાલ જોવા મળી રહ્યા છે. દરમિયાન એક વેબસાઈટ દ્વારા દુનિયાની સૌથી સુરક્ષિત એર લાઈન્‍સની યાદી બહાર પાડવામાં આવી છે.

એરલાઈન રેટિંગ્‍સ નામની વેબસાઈટ દ્વારા દુનિયાની સૌથી સુરક્ષિત એરલાઈન-૨૦૨૫ની એક યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં સૌથી પહેલાં સ્‍થાને આવે છે ન્‍યુઝીલેન્‍ડની એર ન્‍યુઝીલેન્‍ડ એરલાઈન્‍સ. ૨૦૨૨ અને ૨૦૨૪માં પણ ન્‍યુઝીલેન્‍ડની એરલાઈન ટોપ પર રહી ચૂકી છે.

આ યાદીમાં બીજા સ્‍થાને આવે છે ઓસ્‍ટ્રેલિયાની કાંટાસ એર લાઈન્‍સ અને ત્રીજા નંબરે આવે છે હોંગકોંગની પ્રમુખ એરલાઈનમાંથી એક એવી કૈથે પેસેફિક એરલાઈન્‍સ. આ એરલાઈન્‍સ પાસે પોતાના ૨૦૦ જેટલી ફ્‌લાઈટ છે.

આ યાદીમાં ભારતીય એરલાઈન્‍સ કયા નંબરે છે અને કઈ એરલાઈન્‍સ સૌથી સુરક્ષિત છે. તમારી જાણ માટે કે આ યાદીમાં ભારતની એક પણ એર લાઈનનો સમાવેશ નથી કરવામાં આવ્‍યો. આ યાદીમાં તમામ બહારના દેશોની એરલાઈન્‍સ વિશે જ વાત કરવામાં આવી છે.(૪૦.૪)

(9:40 AM IST)