<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

કેમિકલ ફેક્‍ટરીમાં વિસ્‍ફોટમાં અત્‍યાર સુધીમાં ૩૪ લોકોના મોત હજી ઘણાની સ્‍થિતી ગંભીર

બચાવ કામગીરી સતત ૨૪ કલાક ચાલુ રહી

હૈદરાબાદ તા.૧: તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. આ અકસ્‍માતે આખા દેશને હચમચાવી નાખ્‍યો. અહીં એક કેમિકલ ફેક્‍ટરીમાં સોમવારે થયેલા વિસ્‍ફોટમાં ૩૪ થી વધુ લોકોના મોત થયા હતા. સોમવારે પાસુમૈલારામ ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍થિત સિગાચી ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કેમિકલ પ્‍લાન્‍ટમાં વિસ્‍ફોટ થયો હતો. અગાઉ, ૧૦ લોકો ઘાયલ થયાના અહેવાલ હતા. પછી ૧૩ લોકોના મોતના સમાચાર બહાર આવ્‍યા. આખરે, રાત્રિ સુધીમાં, ૩૪ થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો ઘાયલ થયા હોવાથી મળત્‍યુઆંક વધુ વધી શકે છે. ઘટના સ્‍થળે ૯૦ કામદારો હાજર હતા.

ઇન્‍સ્‍પેક્‍ટર જનરલ વી સત્‍યનારાયણે જણાવ્‍યું હતું કે પાસમેલારામમાં સિગાચી ફાર્મા નામની કેમિકલ ફેક્‍ટરીમાં વિસ્‍ફોટ થયો હતો. પોલીસને ૧૦ મિનિટમાં જ માહિતી મળી ગઈ. અમે ૨૦ મિનિટમાં સ્‍થળ પર પહોંચી ગયા.

(9:56 AM IST)