News of Tuesday, 1st July 2025
ધીરેન્દ્ર શાસ્ત્રી કથા માટે કેટલા પૈસા લે છે? સંપત્તિ કેટલી ?
અખિલેશ યાદવે કર્યો ધડાકોઃ ઘણા કથાકારો કથા કહેવા માટે ૫૦ લાખ રૂપિયા લે છે. જો કોઈને કથા માટે ધીરેન્દ્ર શાસ્ત્રી ને પોતાના ઘરે બોલાવે, તો બાબા ટેબલ નીચેથી પૈસા લે છે

ઇટાવા તા.૧: યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ઘણા કથાકારો કથા કહેવા માટે ૫૦ લાખ રૂપિયા લે છે. જો કોઈને કથા માટે ધીરેન્દ્ર શાસ્ત્રી ને પોતાના ઘરે બોલાવે, તો બાબા ટેબલ નીચેથી પૈસા લે છે. તમે તપાસ કરી શકો છો કે, ધીરેન્દ્ર શાસ્ત્રી ટેબલ નીચે પૈસા લે છે કે નહીં.
કથાકારના વિવાદ બાદ અને અખિલેશ યાદવના ધીરેન્દ્ર શાસ્ત્રી પરના નિવેદન બાદ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી એક કથા માટે કેટલા પૈસા લે છે? અને તેમની કુલ સંપત્તિ કેટલી છે?
ધીરેન્દ્ર શાસ્ત્રી દેશના પ્રખ્યાત કથાકાર છે અને ઘણા રાજ્યોમાં તેમની લોકપ્રિયતા એટલી છે કે, તેમની એક ઝલક માટે રસ્તા જામ થઈ જાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ની ફી વિશે ઘણા દાવા કરવામાં આવે છે. જોકે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધીરેન્દ્ર શાસ્ત્રી એક કથા માટે લગભગ ૩.૫ લાખ રૂપિયા લે છે, પરંતુ તેમની લોકપ્રિયતા વધવાની સાથે તેમની ફીમાં પણ નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
આ દરમિયાન, આયોજકને તેમની કથા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવા પડે છે, કારણ કે સામાન્ય લોકોથી લઈને વીઆઇપી રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પણ ધીરેન્દ્ર શાસ્ત્રી ની કથા સાંભળવા માટે ભેગા થાય છે. માહિતી અનુસાર, ધીરેન્દ્ર શાસ્ત્રી ૧૦ થી ૧૫ દિવસમાં એક કથા કરે છે અને તેઓ એક મહિનામાં લગભગ ત્રણ કથાઓ કરે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધીરેન્દ્ર શાસ્ત્રી ની કુલ સંપત્તિ લગભગ ૨૦ કરોડ રૂપિયા છે. તેમની આવકનો મુખ્યસ્ત્રોત દેશભરમાં કથા પાઠમાંથી મળતી ફી અને ભક્તો દ્વારા આપવામાં આવતા દાન છે. માહિતી અનુસાર, ધીરેન્દ્ર શાસ્ત્રી ને દાન તરીકે મળતા પૈસા હોસ્પિટલોમાં ખર્ચ થાય છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
