News of Tuesday, 1st July 2025
કરદાતાઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં ત્રીજા ક્રમે
ગુજરાતમાં નોંધાયેલા કરદાતાઓની સંખ્યા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧,૯૦,૩૮૭ હતી જે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૨,૬૬,૮૮૬ થઈ ગઈ

નવી દિલ્હી,તા.૦૧: ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં, નોંધાયેલા કરદાતાઓની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં ત્રીજા ક્રમે છે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કરદાતાઓમાં ૬.૩૮% વળદ્ધિ સાથે, જે રાષ્ટ્રીય સરેરાશ ૩.૮૬% વળદ્ધિ કરતા વધુ છે.
સત્તાવાર માહિતી અનુસાર, ગુજરાતમાં નોંધાયેલા કરદાતાઓની સંખ્યા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧,૯૦,૩૮૭ હતી જે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૨,૬૬,૮૮૬ થઈ ગઈ છે, જે રાજ્યમાં કર આધારના વિસ્તરણ અને વધતા પાલન તરફ ઈશારો કરે છે.
ગુજરાતે કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, ૭૧.૬૯ પોઈન્ટ સાથે રાષ્ટ્રીય સ્તરે બીજા ક્રમે આવ્યું. મહારાષ્ટ્ર ૭૩.૯૩ પોઈન્ટ સાથે આગળ છે પરંતુ ગુજરાતે ૨૨ માંથી ૯ પરફોર્મન્સ પેરામીટર્સમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
આવકના મોરચે, ગુજરાતે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાષ્ટ્રીય કર વસૂલાતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, જેમાં ૧,૩૬,૭૪૮ કરોડ રૂપિયાની આવક થઈ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧,૨૫,૧૬૯ કરોડ રૂપિયા હતી. હાલમાં, રાજ્યોમાંથી થતી આવકની દ્રષ્ટિએ રાજ્ય રાષ્ટ્રીય સ્તરે ત્રીજા ક્રમે છે, જે દેશના સ્થાનિક જીએસટી સંગ્રહમાં આશરે ૮.૨% યોગદાન આપે છે.(૪૦.૧૩)
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
