News of Tuesday, 1st July 2025
દલાઈ લામાની ૯૦મી વર્ષગાંઠે થશે તેમના ઉત્તરાધિકારીની જાહેરાત?

નવી દિલ્હી,તા.૦૧: તિબેટના ધર્મગુરુ દલાઈ લામાની ૬ જુલાઈએ ૯૦મી વર્ષગાંઠ ઊજવાશે. જોકે તિબેટના કેલેન્ડર મુજબ તેમનો જન્મદિવસ આજે છે. ધરમશાલાના મેકલોડગંજમાં ૧૪મા દલાઈ લામાની ૯૦મા વર્ષગાંઠની ઉજવણીનું સપ્તાહ ગઈ કાલે શરૂ થઈ ગયું છે ત્યારે એવી સંભાવના છે કે દલાઈ લામા તેમના ઉત્તરાધિકારીની ઘોષણા કરે. દલાઈ લામાએ તેમના પુસ્તક ‘વોઇસ ફોર વોઇસલેસ'માં લખ્યું હતું કે હવે મારા ઉત્તરાધિકારીએ ચીનની બહાર જન્મ લીધો હશે અને શકય છે કે એ ભારત દેશનો હોય. આ વિધાન અને નવા ઉત્તરાધિકારીની જાહેરાતની સંભાવનાને કારણે વધુ કુતૂહલ જામ્યું છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
