News of Tuesday, 1st July 2025
૨૪ કલાકમાં ૧૧૭૦૭ પુલ-અપ્સ

સાઉથ કોરિયાના ઓહ યોહાન નામના એક્સ-આર્મી મને જેની કલ્પના પણ ન થઈ શકે એવો એક રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ૨૪ કલાકમાં સૌથી વધુ પુલ-અપ્સ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ ચેલેન્જ દરમ્યાન તેણે ૧૧,૭૦૭ પુશઅપ્સ કર્યા હતા. આમ તો આ કારનામું તેણે ગયા વર્ષે ૨૮ સપ્ટેમ્બરે કર્યું હતું, પરંતુ એને ઓફિશ્યલી ગિનેસમાં થોડા સમય પહેલાં જ સ્થાન મળ્યું છે. ઓહ યોહાનનું કહેવું છે કે તેનામાં હજીયે વધુ પુલ-અપ્સ કરવાનો સ્ટેમિના બચ્યો હતો, પરંતુ તેણે ૧૧,૭૦૭ પુલ-અપ્સ પર અટકી જવાનું પસંદ કર્યું, કેમ કે તે આર્મીની એ ટુકડીનું સન્માન વધારવા માગતો હતો. ઓહ રિપબ્લિક ઓફ કોરિયાની ૭૦૭મા સ્પેશ્યલ મિશન ગ્રુપમાં હતો અને ૭૦૭ના આંકડાને માન આપવા માટે તેણે આ ફિગર પસંદ કર્યો હતો.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
