<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

કોલકાતા ગેંગ રેપ કેસના મુખ્ય આરોપી મનોજ મિશ્રાએ કરી હતી 15 વિદ્યાર્થિનીની છેડતી: ખોફના કારણે છાત્રાઓ ચૂપ રહી

જો કોઈ ફરિયાદ નોંધાવવા જતા તો તેમને રાજકીય દબાણથી ચૂપ કરી દેવામાં આવતા હતા.

કોલકાતા ગેંગરેપ કેસના મુખ્ય આરોપી મનોજીત મિશ્રા પર વધુ એક વિદ્યાર્થિએ સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. મીડિયા સાથેની એક ખાસ વાતચીતમાં પીડિત વિદ્યાર્થિનીએ દાવો કર્યો છે કે મનોજીત મિશ્રાએ કોલેજ ટ્રીપ દરમિયાન તેની છેડતી કરી હતી. એટલું જ નહીં, જ્યારે તેણીએ વિરોધ કર્યો ત્યારે તેણે તેણીને માર માર્યો, તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

 

પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યું કે તે બે વર્ષ પહેલા કોલેજ ટ્રીપ પર ગઈ હતી. તે સમયે મનોજીત મિશ્રા પણ તેમની સાથે ગયો હતો. ત્યાં મનોજ મિશ્રાએ તેણીની છેડતી કરી હતી. જ્યારે પીડિતાએ તેના કૃત્યોનો વિરોધ કર્યો, ત્યારે તેણે તેણીને માર માર્યો અને ધમકી આપી કે તે તેના માતાપિતા અને બહેનને મારી નાખશે. તેણે પીડિતાને ચૂપ રહેવાની ચેતવણી આપી હતી.

 

વિદ્યાર્થિનીનો દાવો છે કે તે પોલીસ પાસે જવા માંગતી હતી, પરંતુ મનોજીત મિશ્રાના રાજકીય પ્રભાવ સામે તેણીએ ચૂપ રહેવું પડ્યું. તેણીએ એવો પણ આરોપ લગાવ્યો કે આરોપી કોલેજ ગવર્નિંગ બોડીના વડા અને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અશોક દેવના રક્ષણ હેઠળ હતો. આ જ કારણ હતું કે કોલેજ વહીવટીતંત્ર પણ તેને બચાવતું રહ્યું. તેની ફરિયાદોને દબાવવામાં આવી હતી.

 

આ સાથે પીડિત વિદ્યાર્થિનીએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે તે એકલી ન હતી, તેની સાથે 15 વધુ વિદ્યાર્થિનીઓ છે, જેઓ મનોજીત મિશ્રાના ગંદા કૃત્યોનો ભોગ બની છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં ડરના કારણે તે વિદ્યાર્થિનીઓ ફરિયાદ નોંધાવતી ન હતી, જો કોઈ ફરિયાદ નોંધાવવા જતા તો તેમને રાજકીય દબાણથી ચૂપ કરી દેવામાં આવતા હતા.

 

વિદ્યાર્થિનીએ એમ પણ જણાવ્યું કે મનોજીત મિશ્રાનો કોલેજમાં એટલો ખોફ હતો કે તેને આવાત જોઈ વિદ્યાર્થિનીઓ રસ્તો પણ બદલી નાખતી હતી. તે ખુલ્લેઆમ ધમકીઓ આપતો હતો. તેનું નેટવર્ક એટલું મજબૂત હતું કે કોઈ તેની વિરુદ્ધ બોલવાની હિંમત કરી શકતું ન હતું. પીડિતાના જણાવ્યા અનુસાર, તે અગાઉ પણ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ હતી, પરંતુ તેનો કેસ દબાવી દેવામાં આવ્યો હતો.

 

મનોજીત મિશ્રા પર સતત નવા ખુલાસા થઈ રહ્યા છે, જેના પર કાયદાની વિદ્યાર્થિની પર તેના બે મિત્રો સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે. કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2025 ની શરૂઆતમાં મનોજીતને પોલીસ કર્મચારી પર હુમલો કરવા અને વાન તોડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. મનોજીત દક્ષિણ કોલકાતામાં HDFC બેંકના ATM માંથી પૈસા ઉપાડવા ગયો હતો.

ત્યાં તેનો સુરક્ષા ગાર્ડ સાથે ઝઘડો થયો. તે સિગારેટ પીતો ATM માં ઘુસ્યો, જેનો ગાર્ડે વિરોધ કર્યો હતો. આ પછી તેણે ગાર્ડ પર હુમલો કર્યો. ગાર્ડે 100 નંબર પર ફોન કરીને પોલીસની મદદ માંગી, પછી થોડીવારમાં PCR વાન આવી. પરંતુ મનોજીતનો પોલીસ સાથે પણ ઝઘડો થયો. તેણે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને માર માર્યો હતો.

 

(9:54 PM IST)