<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

AAP નેતા સંજીવ અરોરાએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સ્વીકારી લીધું

પંજાબની લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં અરોરાએ જંગી જીત મેળવી હતી

નવી દિલ્હી :ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. પંજાબમાં લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક પર તાજેતરની પેટાચૂંટણી જીત્યા બાદ અરોરાએ મંગળવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

   અરોરાએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને પોતાનું રાજીનામું સુપરત કર્યું, જેમણે તેને સ્વીકારી લીધું છે. પહેલી વાર સાંસદ બનેલા અરોરા 10 એપ્રિલ 2022 ના રોજ પંજાબથી રાજ્યસભામાં ચૂંટાયા હતા અને તેમનો કાર્યકાળ 9 એપ્રિલ 2028 સુધીનો હતો

   સંજીવ અરોરાએ કોંગ્રેસના ઉમેદવાર ભારત ભૂષણ આશુ સામે 10 હજારથી વધુ મતોના માર્જિનથી પેટાચૂંટણી જીતી હતી. હવે AAP માટે પંજાબમાં શાસક પક્ષમાંથી અન્ય કોઈને રાજ્યસભામાં નોમિનેટ કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. પંજાબમાંથી રાજ્યસભામાં કોણ જશે તે હજુ નક્કી નથી કારણ કે તાજેતરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાજ્યસભામાં નથી જઈ રહ્યા. તેમણે કહ્યું હતું કે હું રાજ્યસભામાં નહીં જઈશ. રાજકીય બાબતોની સમિતિ કોણ જશે તે નક્કી કરશે

(11:41 PM IST)