<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

યુવકનો આરોપઃ પહેલા શારિરિક ‘‘સંબંધ'' બાંધ્‍યો પછી ‘‘સ્ત્રી'' બનાવવામાં આવ્‍યોઃ લિંગ પરિવર્તન બાદ થયો રેપ

ભોપાલની ચોંકાવનારી ઘટના

 

 

ભોપાલ તા.૩: મધ્‍યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ૨૭ વર્ષીય યુવકે આરોપ લગાવ્‍યો છે કે તેનું શારીરિક શોષણ કરવામાં આવ્‍યું હતું અને તેને બ્‍લેકમેલ કરવામાં આવ્‍યો હતો. આરોપ છે કે શુભમ યાદવ નામના વ્‍યક્‍તિએ પહેલા તેની સાથે શારીરિક સંબંધ બાંધ્‍યો, પછી તેને વિશ્વાસમાં લઈને તેનું લિંગ પરિવર્તન કરાવ્‍યું. ત્‍યારબાદ તેણે તેની સાથે બળાત્‍કાર કર્યો.

શુભમ હવે તેની પાસેથી ૧૦ લાખ રૂપિયાની માગણી કરી રહ્યો છે અને તેને ધમકી આપી રહ્યો છે. પીડિતની ફરિયાદ પર, ગાંધીનગર પોલીસ સ્‍ટેશનમાં ઝીરો નંબરથી એફઆઇઆર નોંધવામાં આવી છે. કેસ નર્મદાપુરમનો હોવાથી, હવે તેને ત્‍યાં ટ્રાન્‍સફર કરવામાં આવશે.

આ ઘટના ઓબેદુલ્લાગંજમાં રહેતા એક યુવક સાથે બની હતી. તેની બહેનના સાસરિયા નર્મદાપુરમમાં છે. ત્‍યાં તેની મુલાકાત શુભમ યાદવ સાથે થઈ. બંને વચ્‍ચે નિકટતા વધી અને પ્રેમ સંબંધ બંધાયો. શુભમે હોટેલમાં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્‍યા. શુભમે આ યુવકના ખાતામાં ૬ લાખ રૂપિયા પણ ટ્રાન્‍સફર કર્યા.

યુવકે આરોપ લગાવ્‍યો છે કે શુભમે તેને મહિલા બનવા માટે સમજાવ્‍યો હતો. આ પછી, ઇન્‍દોરના ખજરાના એક હૉસ્‍પિટલમાં તેનું લિંગ પરિવર્તન કરવામાં આવ્‍યું. લિંગ પરિવર્તન એટલે સર્જરી દ્વારા પુરુષના શરીરનેસ્ત્રીના શરીરમાં બદલવું. આ પછી, શુભમે તેને નર્મદાપુરમ બોલાવ્‍યો અને ફરીથી તેનું શોષણ કર્યું. પીડિતએ પોલીસને જણાવ્‍યું કે શુભમ હવે તેની પાસેથી ૧૦ લાખ રૂપિયા માગી રહ્યો છે. તે તેને ધમકી પણ આપી રહ્યો છે. પરેશાન થઈને તેણે ગાંધીનગર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી. (૩૮.૯)

(9:47 AM IST)