તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
દુનિયાના લોકો ચિંતિંત છે કે જીવીશું કે નહીં, જ્યારે ભારતીયો આવતા વર્ષને લઈને ચિંતામાં છે
એક નાના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેમાં એક મહિલા અચાર નાખતી દેખાય છે. પરંતુ કેપ્શને તેને ખૂબ જ મજેદાર બનાવી દીધું છેઃ તેમાં ઉપર લખ્યું છેઃ ‘‘દુનિયામાં લોકો ચિંતિત છે કે આપણે જીવશું કે નહીં,'' જ્યારે ભારતના લોકો આવતા વર્ષ માટે આચાર બનાવવાની ચિંતા કરી રહ્યા છે!

નવી દિલ્હી તા.૩: દુનિયામાં યુદ્ધની પરિસ્થિતિ હજુ સમાપ્ત નથી થઈ. કોઈ પણ આ સમયે કહી શકતું નથી કે યુદ્ધ ટળી ગયું છે. આ પરિસ્થિતિમાં દુનિયાના ઘણા સ્થળોએ ઘણા લોકો ચિંતિત છે કે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અથવા થવાની છે અને કયાંક આ યુદ્ધમાં દુનિયા નાશ પામે છે. આ ચિંતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર લોકો એક્ટિવ છે. એક વાયરલ વીડિયોમાં આ મોસમમાં ભારતીયોને લઈને એક ખૂબ જ રસ-દ વીડિયો મળ્યો છે, જેમાં એક મહિલા આચાર બનાવી રહી છે. તેમાં લખ્યું છે કે વિદેશીઓ જીવતા રહેવાની ચિંતા કરી રહ્યા છે, અને અહીં અમે આવતા વર્ષ માટે આચાર બનાવી રહ્યા છીએ.
વીડિયોમાં એક મહિલા કેરીનો આચાર બનાવતી દેખાય છે. વીડિયોના ઉપરના ભાગમાં લખ્યું છે, વિદેશમાં લોકો ચિંતિત છે, કે અમે જીવશું કે નહીં. અને નીચેના ભાગમાં લખ્યું છે, અને ભારતના લોકો આવતા વર્ષ માટે આચાર બનાવી રહ્યા છે. વીડિયોને શેર કરનાર યુઝરે આ બંને વાતોને જોડીને વીડિયોને મજેદાર બનાવવાની કોશિશ કરી છે.
વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ભાનુપ્રિયા સોનીએ તેમના એકાઉન્ટ @priyav9d પરથી શેર કર્યો છે. તેને અત્યાર સુધી ૯ દિવસમાં ૨ કરોડ ૨૭ લાખ વ્યૂઝ મળી ચૂકયા છે. એક વધુ રસપ્રદ વાત એ છે કે વીડિયોના કોમેન્ટસ પણ જાહેરમાં દેખાતા નથી. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે લોકો પોતાને પોતાની સંસ્કળતિ અને આજના પરિસ્થિતિની તાજેતરની ઘટનાઓ સાથે કેટલી ઝડપથી જોડે છે.(૩૮.૩)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
