તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
વાહ રે નેતાજીઃ ૨ નોટિસ છતાં સાંસદે ૧૧ લાખનું બાકી લાઈટ બિલ ભર્યુ નહીં
વીજળી વિભાગે બાકી બિલના કારણે કનેક્શન કાપી નાખ્યું

નાગૌર તા.૩: રાજસ્થાનના નાગૌરથી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ અને સુપ્રીમો હનુમાન બેનીવાલના ઘરનું વીજળી કનેક્શન ૨ જુલાઈ ૨૦૨૫ના રોજ વીજળી વિભાગે બાકી બિલના કારણે કાપી નાખ્યું છે. આ કનેક્શન તેમના ભાઈ પ્રેમસુખ બેનીવાલના નામ પર હતું. છેલ્લા છ વર્ષથી બિલ ચૂકવતા નહોતા. બાકી બિલની રકમ લગભગ ૧૧.૬૧ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. વીજળી વિભાગે આ અગાઉ ૮ નવેમ્બર ૨૦૨૪ના રોજ બે નોટિસ મોકલી ૧૫ દિવસમાં બિલ જમા કરવાનો ટાઈમ આપ્યો હતો.
૨ જુલાઈ, ૨૦૨૫ની બપોર બાદ નાગૌરના વીજળી વિભાગની એક ટીમ હનુમાન બેનીવાલના ઘરે પહોંચી અને બાકી બિલના કારણે વીજળી કનેક્શન કાપી નાખ્યું. નાગૌરના પૂર્વ સાંસદ જ્યોતિ મિર્ધાએ આ મામલાને ઉજાગર કરતાં કહ્યું હતું કે, બેનીવાલ અને તેમના ભાઈના ઘર પર ૧૦ લાખથી વધુનું બિલ બાકી છે. તેની સાથે જ ચેતવણી આપી હતી કે, જો ચૂકવણી નહીં કરે તો કનેક્શન કાપી નાખવામાં આવશે.
બેનીવાલ, જે ખેડૂતોના અધિકાર અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતા રહ્યા છે, જો કે આ મુદ્દા પર હજુ સુધી તેમના તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
વીજળી વિભાગે પોતાની કાર્યવાહીને નિયમોને અનુરૂપ ગણાવી છે. વિભાગના એક અધિકારીએ કહ્યું કે, બાકી બિલની રકમ જમા ન થતાં નોટિસ બાદ કનેક્શન કાપવું ફરજિયાત છે. બેંગ્લોર વીજળી સપ્લાય કંપની દ્વારા ૩૦ દિવસની અંદર બિલ ન ચૂકવવા પર કનેક્શન કાપવાની નીતિનો ઉલ્લેખ છે. જે રાજસ્થાનમાં પણ લાગુ થઈ શકે છે.(૩૮.૨)
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
