<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

મહિલાઓના ટોયલેટમાં વીડિયો બનાવતો ઝડપાયો

ઇન્‍ફોસિસ ઓફિસમાં શરમજનક કૃત્ય

બેંગ્‍લુરુ,તા.૦૩: કર્ણાટકની રાજધાની બઃગ્‍લુરુમાં આવેલી પ્રખ્‍યાત આઇટી કંપની ઇન્‍ફોસિસની ઓફિસમાં કામ કરતા એક ટેકનિકલ નિષ્‍ણાત કર્મચારીની પોલીસે મહિલાઓના વીડિયો બનાવવાના આરોપમાં ધરપકડ કરી છે. તેના પર ઑફિસના શૌચાલયમાં એક મહિલા સાથી કર્મચારીનો વીડિયો રેકોર્ડ કરવાનો આરોપ છે. ધરપકડ કરાયેલ વ્‍યક્‍તિનું નામ નાગેશ સ્‍વપિ્નલ માલી છે, જે ઇન્‍ફોસિસમાં સિનિયર એસોસિએટ તરીકે કામ કરે છે. સોમવારે એક મહિલા કર્મચારીએ તેને રંગે હાથે પકડી લીધો હતો. ત્‍યારબાદ તેને પોલીસને સોંપવામાં આવ્‍યો હતો.

મહિલા કર્મચારીએ જણાવ્‍યું હતું કે જ્‍યારે તે શૌચાલયમાં ગઈ ત્‍યારે તેને બાજુના શૌચાલયમાં કોઈ શંકાસ્‍પદ ગતિવિધિ દેખાઈ. જ્‍યારે તેણે ત્‍યાં જોયું તો તેણે જોયું કે નાગેશ તેનો વીડિયો બનાવી રહ્યો હતો. આ જોઈને મહિલા કર્મચારીએ તરત જ બૂમો પાડવાનું શરૂ કર્યું, જેને સાંભળીને અન્‍ય કર્મચારીઓ ઘટનાસ્‍થળે પહોંચ્‍યા અને માલીને પકડી લીધો. લોકોને માલીના મોબાઇલ ફોનમાં વીડિયો ફૂટેજ મળ્‍યો, જે કંપનીના એચઆર વિભાગના કર્મચારીઓએ મહિલાની હાજરીમાં ડિલીટ કરી દીધો.

અહેવાલ મુજબ પોલીસનું કહેવું છે કે તાજેતરની ઘટના કદાચ એકલદોકલ કે પહેલી ઘટના ન હોય. તેથી, પોલીસ તપાસ કરી રહી છે કે શું માલીએ ભૂતકાળમાં અન્‍ય મહિલાઓના ગુપ્ત રેર્કોડિંગ બનાવ્‍યા છે.

(10:13 AM IST)