<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

સંસદનું ચોમાસુ સત્ર ૨૧ જુલાઈથી ૨૧ ઓગસ્‍ટ સુધી ચાલશે

ચોમાસુ સત્ર ૨૨ દિવસ સુધી ચાલશેઃ પહેલગામ હુમલા પછી યોજાનારા આ સંસદ સત્રમાં ખૂબ જ હોબાળો થવાનો છે :સરકાર અલ્‍હાબાદ હાઈકોર્ટના ન્‍યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્‍તાવ લાવવાની પણ તૈયારી કરી રહી છે

નવી દિલ્‍હી,તા.૦૩: સંસદનું ચોમાસુ સત્ર ૨૧ જુલાઈથી શરૂ થશે, જે ૧૨ ઓગસ્‍ટ સુધી ચાલશે. રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારના આ -સ્‍તાવને મંજૂરી આપી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બુધવારે આ માહિતી આપી. તેમણે જણાવ્‍યું કે આ વખતે ચોમાસુ સત્ર ૨૨ દિવસ સુધી ચાલશે. પહેલગામ હુમલા પછી યોજાનારા આ સંસદ સત્રમાં ખૂબ જ હોબાળો થવાનો છે. કેન્‍દ્રીય મંત્રી કિરેન રિજિજુએ મંગળવારે ‘‘એક્‍સ'' પર પોસ્‍ટ કરીને માહિતી આપી હતી સ્‍વતંત્રતા દિવસની ઉજવણીને ધ્‍યાનમાં રાખીને, ૧૩ અને ૧૪ ઓગસ્‍ટે કોઈ બેઠક નહીં થાય.

સંસદના બંને ગળહો ત્રણ મહિનાથી વધુ સમયના અંતરાલ પછી ૨૧ જુલાઈએ સવારે ૧૧ વાગ્‍યે શરૂ થવાના છે. અગાઉ, રિજિજુએ મીડિયાને જણાવ્‍યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ તારીખોની ભલામણ કરી હતી.

ઓપરેશન સિંદૂર પછી આ પહેલું સત્ર તોફાની રહેવાની ધારણા છે. તે જ સમયે, આગામી સત્ર દરમિયાન, સરકાર અલ્‍હાબાદ હાઈકોર્ટના ન્‍યાયાધીશ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્‍તાવ લાવવાની પણ તૈયારી કરી રહી છે.

(10:00 AM IST)