તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
સાંધાના દુઃખાવાની સારવાર માટે પતંજલિની શોધઃ ઓર્થોગ્રીટ
ઓર્થોગ્રીટ સંધિવાને કારણે થતી બળતરા ઘટાડવા, કોમલાસ્થિના ઘસારાને રોકવા અને સાંધાઓની કાર્યક્ષમતા જાળવવામાં અસરકારક છે

હરિદ્વાર,તા.૦૩: પતંજલિના વૈજ્ઞાનિકોએ સાંધાના દુઃખાવા એટલે કે સંધિવાની સારવારમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આયુર્વેદ આધારિત દવા ઓર્થોગ્રીટ પર કરવામાં આવેલું પતંજલિનું આ નવું સંશોધન આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલ ફાર્માકોલોજિકલ રિસર્ચ - રિપોર્ટ્સ ઓફ એલ્સેવિયર પ્રકાશનમાં પ્રકાશિત થયું છે. આ અભ્યાસ દર્શાવે છે કે ઓર્થોગ્રીટ સંધિવાને કારણે થતી બળતરા ઘટાડવા, કોમલાસ્થિના ઘસારાને રોકવા અને સાંધાઓની કાર્યક્ષમતા જાળવવામાં અસરકારક છે. આ પ્રસંગે આચાર્ય બાલકળષ્ણએ કહ્યું કે આજના સમયમાં ભાગ્યે જ કોઈ વળદ્ધ વ્યક્તિ હશે જે ઘૂંટણના દુઃખાવાથી પીડાતી ન હોય. ઓર્થોગ્રીટ એ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનનો સંગમ છે, જે સંધિવા જેવા અસાધ્ય માનવામાં આવતા રોગને પણ મૂળભૂત રીતે દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.ઓર્થોગ્રિટ સંધિવાનાં લક્ષણો ઘટાડવા ઉપરાંત રોગની પ્રગતિને રોકવામાં પણ અસરકારક છે.તેમણે જણાવ્યું કે ઓર્થોગ્રીટ વાચા, મોથા, દારુહલદી, પીપ્પલમૂળ, અશ્વગંધા, નિર્ગુંડી, પુનર્નવા વગેરે જેવી કુદરતી ઔષધિઓમાંથી બનાવવામાં આવે છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
