<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

હવે ડોગીઝ માટે પણ ડેટિંગ એપ આવી ગઈ

પાળેલા ડોગીઝને બીજા પાળેલા ડોગીઝની સાથે દોસ્‍તી કરીને ડેટિંગ કરાવી શકાય છે

હૈદરાબાદ,તા.૦૩: હૈદરાબાદમાં કૂતરાઓ માટે એક ખાસ ડેટિંગ એપ બનાવવામાં આવી છે. એના દ્વારા પાળેલા ડોગીઝને બીજા પાળેલા ડોગીઝની સાથે દોસ્‍તી કરીને ડેટિંગ કરાવી શકાય છે. એપનું નામ છે ‘‘ડોફેર'' મતલબ કે ડોગ અફેર. એકલાપણું માત્ર માણસો માટે જ નહીં, ડોગીઝ માટે પણ ખતરનાક છે. એટલે એમને પણ મનગમતો સાથી મળી રહે એ જોવું એમની મેન્‍ટલ હેલ્‍થ માટે જરૂરી છે. ડોફેરના ફાઉન્‍ડર મૌર્ય કંપેલીનું કહેવું છે કે હું પોતે કદી કૂતરો પાળી ન શકયો, પરંતુ જ્‍યારે પણ કોઈકના ઘરે પાળતુ જોતો તો મને લાગતું કે તેઓ બહુ લોનલી છે. ઘરના માણસો પાસે એટલો સમય નથી હોતો કે તેઓ પેટ્‍સને એકલવાયું ન લાગે એ માટે પૂરતો સમય આપે. ડોગીઝ માટે માત્ર રમવાનો સાથી કે મેટિંગ માટેનો સાથી જ હોય એટલું પૂરતું નથી. એમને ઇમોશનલ અટેચમેન્‍ટ અનુભવાય એવા સંબંધોની જરૂર છે અને એ કામ સમજી-વિચારીને જ થઈ શકે.

માર્ચ મહિનામાં આ એપ લોન્‍ચ થયેલી ત્‍યારે માત્ર ૧૦૦ યુઝર્સ સાથે ટ્રાયલ કરવામાં આવેલી. હવે અત્‍યારે ૧૦,૦૦૦થી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી લીધી છે.(૪૦.૧૦)

(10:17 AM IST)