તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
માલી દેશમાં સીમેન્ટ ફેકટરી ઉપર ભયાનક હુમલોઃ ૩ ભારતીયોના અપહરણ કરાયા
ભારત સરકારે ચિંતા દર્શાવીઃ માલી સરકારને દરમ્યાનગીરી કરવા અપીલ

નવી દિલ્હી તા.૩: પશ્ચિમ આફ્રિકન દેશ માલીમાં આતંકવાદી હુમલાઓના નવા સિલસિલા વચ્ચે ત્રણ ભારતીય નાગરિકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટના ૧ જુલાઈના રોજ કેયસમાં ડાયમંડ સિમેન્ટ ફેક્ટરીમાં બની હતી, જ્યારે સશષા હુમલાખોરોના એક જૂથે ફેક્ટરી પરિસરમાં ઘૂસીને ભારતીય કામદારોને બળજબરીથી બંધક બનાવ્યા હતા. આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા ભારત સરકારે માલી સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને ભારતીયોની સલામત અને વહેલી મુક્તિ સુનિヘતિ કરવા અપીલ કરી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે બામાકોમાં ભારતીય દૂતાવાસ માલીની સ્થાનિક વહીવટી અને કાયદા અમલીકરણ એજન્સીઓ તેમજ ડાયમંડ સિમેન્ટ ફેક્ટરીના સંચાલન સાથે સતત સંપર્કમાં છે.
જોકે હજુ સુધી કોઈ સંગઠન કે વ્યક્તિએ આ ચોક્કસ અપહરણની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન જમાત નુસરત અલ-ઈસ્લામ વાલ મુસ્લિમીન (JNIM) એ માલીમાં તાજેતરના અનેક સંકલિત હુમલાઓની જવાબદારી સ્વીકારી છે.(૩૮.૧૩)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
