તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
બ્રિટેનમાં રાહદારીએ કરેલાં હુમલામાં મૂળ ગુજરાતી નીલા પટેલનું મોત
મહિલાના હત્યાના આરોપી એવા ૨૩ વર્ષીય પુરુષની ધરપકડ

લંડન,તા.૦૩: બ્રિટેનના પૂર્વમાં આવેલા લીસેસ્ટરમાં એક રાહદારીએ કરેલાં હુમલાંને કારણે માથામાં ઈજા થતાં ૫૬ વર્ષીય મૂળ ગુજરાતી મહિલાનું મોત થયું છે. આ મામલામાં મહિલાના હત્યાના આરોપી એવા ૨૩ વર્ષીય પુરુષની ધરપકડ કરવામાં આવી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું મોત માથામાં ઈજા થવાથી થયું હોવાનો ઉલ્લેખ છે. આરોપી માઇકલ ચુવુમેકાને મંગળવારે લોફબોરોમાં લીસેસ્ટર ક્રાઉન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
૨૪મી જૂને તેની ધરપકડ પછી એક પોલીસ અધિકારી પર કથિત હુમલો અને એક ઈમરજન્સી સર્વિસના કર્મી પર હુમલો કરવાનો વધારોનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
