તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
પહેલા ૩૦ વર્ષ બાદ કોંગ્રેસ હારી હતી હવે ૩૦ વર્ષ બાદ ભાજપ હારશેઃ અરવિંદ કેજરીવાલ
‘‘આમ આદમી પાર્ટી''ના રાષ્ટ્રીય સંયોજકની ઉપસ્થિતીમાં અમદાવાદથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ

રાજકોટ તા.૩: આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં ભારે બહુમતિથી ચૂંટણી જીતી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાર્યકરો અને વિસાવદરની જનતાને જીતને અભિનંદન આપવા ગુજરાત આવ્યા છે. આજે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલએ અમદાવાદમાં આમ આદમી પાર્ટીનું ‘‘ગુજરાત જોડો'' સભ્યતા અભિયાન પણ લોન્ચ કર્યું. આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ સાથે પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, સહપ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, નેશનલ જ્વાપ્રઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, ખેડૂત સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિત મોટી સંખ્યામાં પ્રદેશના પદાધિકારીઓ, ઝોનના પદાધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ અને વિધાનસભાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી સંખ્યામાં હાજર આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ સામે પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે, સૌથી પહેલા હું આમ આદમી પાર્ટીના દરેક સિપાહીને વિસાવદરની જીત માટે અભિનંદન આપું છું. પરંતુ સૌથી વધુ અભાર અને વધાઈ આપવી છે વિસાવદરની જનતાને, કેમ કે તેમણે એક નાની પરંતુ ઈમાનદાર પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિસાવદરમાં કેટલાક લોકો બે મહિના સુધી દિવસ-રાત મહેનત કરતા રહ્યા, હું એ મહેનતને સલામ કરું છું. ગુજરાતમાં પહેલા ૩૦ વર્ષ કોંગ્રેસે શાસન કર્યું અને ત્યારબાદ છેલ્લા ૩૦ વર્ષ ભાજપે શાસન કર્યું, હવે એ જ ચક્ર ફરી ચાલવાનું છે અને ૩૦ વર્ષ બાદ હવે ભાજપે જવાનું છે. ભાજપે ઘણો ઘમંડ પાડી રાખ્યો છે, તો હવે એક ઈમાનદાર પાર્ટી સત્તામાં આવશે ラ આ નક્કી છે.
પછી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ પોતાના વિચારો રાખતાં કહ્યું કે, હું સ્ટેજ પર જોઉં છું કે ઘણા ધારાસભ્યો બેઠા છે, પણ સાથે સાથે મને એ પણ દેખાય છે કે મારા સામે બેસેલા અનેક લોકો આગામી સમયમાં ધારાસભ્ય બનશે, કોર્પોરેશન અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય બનશે. એ દિવસ દૂર નથી કારણ કે હવે છ મહિનામાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે અને અઢી વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી છે, જેમાં આપણે એવું કમાલ કરી બતાવશું કે દરેક જગ્યાએ આપણા જીતેલા ઉમેદવારો અને આપણું શાસન હશે. ૨૦૨૨ની ચૂંટણીમાં જ્યારે આપણે હારી ગયા ત્યારે લોકોએ આપણો મજાક ઉડાવ્યો હતો, એક નહિ આવા હજારો ચૂંટણી હારી જઈશું પણ પછી પણ આપણે જનતાની અવાજ ઉઠાવવાનું બંધ નથી કરવું.
પછી આમ આદમી પાર્ટીના વિસાવદર ચૂંટણીના વિજેતા ઉમેદવાર અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે, ૨૦૨૨ની ચૂંટણીમાં આપણે બધા આ હોલમાં ભેગા થયા હતા અને ત્યારે આપણે એક સપનું જોયું હતું કે આપણે ગુજરાતમાં બદલાવ લાવશો. એ સપનુ જોયા પછી અને સંકલ્પ લીધા પછી આપણે ગુજરાતના ખૂણે ખૂણે ગયા અને દિવસ-રાત મહેનત અને સંઘર્ષ કર્યા પછી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો બની ગયા અને ૪૦ લાખથી વધુ લોકોએ આમ આદમી પાર્ટીને મત આપ્યો અને ગુજરાતમાં ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભી થઈ. ભાજપ અને કોંગ્રેસ વાળા સતત કહી રહ્યા હતા કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી ચાલતી નથી, પણ ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલા લોકોએ સંકલ્પ લીધો કે આ વખતે બદલાવ થશે અને તેમણે આમ આદમી પાર્ટી ને સપોર્ટ કર્યો અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઉભી થઈ.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
