<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

નરેન્‍દ્રભાઈ ઘાના પહોંચ્‍યાઃ બીજા સર્વોચ્‍ચ રાષ્‍ટ્રીય એવોર્ડથી સન્‍માનીત

પીએમ મોદીને ૨૧ તોપોની સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપ્‍યું: ૩ દાયકા બાદ દ્વીપક્ષીય મુલાકાતઃ બંન્‍ને દેશો વચ્‍ચે મહત્‍વપૂર્ણ કરાર

નવી દિલ્‍હીઃ પીએમ મોદી હાલ વિદેશ પ્રવાસે છે. અને તેઓ બુધવારે ૨ દિવસની ઘાનાની મુલાકાતે પહોંચ્‍યા હતા. અંહિયા પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું કે સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં, અમે એકતા દ્વારા સુરક્ષાના મંત્ર સાથે આગળ વધીશું. તેમણે જાહેરાત કરી કે સશષા દળોની તાલીમ, દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ પુરવઠો અને સાયબર સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ઘાના સાથે સહયોગ વધારવામાં આવશે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીને ઘાનાનું બીજું રાષ્‍ટ્રીય સર્વોચ્‍ચ નાગરિક સન્‍માન આપવામાં આવ્‍યું. ઘાનાના રાષ્‍ટ્રપતિ જોન મહામા દ્વારા પીએમ મોદીને ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્‍ટાર ઓફ ઘાનાઙ્ખ એનાયત કરવામાં આવ્‍યો .

ઘાનાના રાષ્‍ટ્રીય સન્‍માનથી સન્‍માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વ અને સન્‍માનની વાત છે. હું રાષ્‍ટ્રપતિ મહામા, ઘાના સરકાર અને ઘાનાના લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું ૧.૪ અબજ ભારતીયો વતી આ સન્‍માન નમ્રતાપૂર્વક સ્‍વીકારું છું. હું આ સન્‍માન આપણા યુવાનોની આકાંક્ષાઓ, તેમના ઉજ્જવળ ભવિષ્‍ય, આપણી સમળદ્ધ સાંસ્‍કળતિક વિવિધતા અને પરંપરાઓ અને ભારત અને ઘાના વચ્‍ચેના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કરું છું.

અગાઉ પીએમ મોદીએ ઘાનાની ધરતી પર મળેલા ઉષ્‍માભર્યા સ્‍વાગત બદલ આભાર વ્‍યક્‍ત કર્યો અને કહ્યું કે રાષ્‍ટ્રપતિ પોતે એરપોર્ટ પર આવ્‍યા તે તેમના માટે ખૂબ જ સન્‍માનની વાત છે. સંયુક્‍ત નિવેદન જારી કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે ભારત-ઘાના મિત્રતાના મૂળમાં આપણા સહિયારા મૂલ્‍યો, સંઘર્ષ અને સમાવિષ્ટ ભવિષ્‍ય માટેના સહિયારા સપના છે. જેણે અન્‍ય દેશોને પણ પ્રેરણા આપી છે.

પીએમ એ ઘાનાને પヘમિ આફ્રિકામાં એક જીવંત લોકશાહી અને આશાનું કિરણ ગણાવીને તેની પ્રશંસા કરી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્‍ચે ઘણા મહત્‍વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્‍યા. આ જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું

આજે અમે ઘાના માટે ITEC અને ICCR શિષ્‍યવળત્તિ બમણી કરવાનો નિર્ણય લીધો છે. યુવાનોના વ્‍યાવસાયિક શિક્ષણ માટે કૌશલ્‍ય વિકાસ કેન્‍દ્ર સ્‍થાપિત કરવા માટે કામ કરવામાં આવશે. કળષિ ક્ષેત્રમાં, અમને રાષ્‍ટ્રપતિ મહામાના ફીડ ઘાના કાર્યક્રમમાં સહયોગ કરવામાં ખુશી થશે.આ ઉપરાંત જન ઔષધિ કેન્‍દ્રો દ્વારા ઘાનાના નાગરિકોને સસ્‍તી અને વિશ્વસનીય આરોગ્‍ય સેવાઓ પૂરી પાડવાનો પ્રસ્‍તાવ મૂકવામાં આવ્‍યો હતો. રસી ઉત્‍પાદનમાં સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આતંકવાદ સામેની લડાઈમાં ઘાનાના સહયોગની પ્રશંસા કરતા ભ્‍પ્‍ મોદીએ કહ્યું કે બંને દેશોએ આતંકવાદ વિરોધી લડાઈમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. બંને દેશોએ સંયુક્‍ત રાષ્‍ટ્રના સુધારાઓ પર પણ સમાન દ્રષ્ટિકોણ શેર કર્યો હતો.

ઘાનાના રાષ્‍ટ્રપતિને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હું આવતીકાલે ભારતીય સમુદાય સાથેની મારી મુલાકાત માટે ખૂબ જ ઉત્‍સાહિત છું. શ્રી રાષ્‍ટ્રપતિ, તમે ભારતના નજીકના મિત્ર છો. તમે ભારતને ખૂબ સારી રીતે જાણો છો. હું તમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપું છું. મને વિશ્વાસ છે કે તમે અમને ભારતમાં તમારું સ્‍વાગત કરવાની તક આપશો. ફરી એકવાર, હું ઘાના સરકાર અને ઘાનાના તમામ લોકોનો તેમના અદ્‌ભુત સ્‍વાગત માટે આભાર માનું છું.ઘાનાના રાષ્‍ટ્રપતિ જોન મહામાએ એક સંયુક્‍ત નિવેદનમાં જણાવ્‍યું હતું કે, પીએમ મોદીની આ મુલાકાત એક ખાસ સન્‍માનની વાત છે. ખાસ કરીને એવા સંદર્ભમાં કે પીએમ મોદીના પાંચ દેશોના આફ્રિકન પ્રવાસનો પહેલો તબક્કો ઘાનાથી શરૂ થયો છે. જે બ્રાઝિલમાં બ્રિક્‍સ સમિટમાં સમાપ્ત થશે.

(11:51 AM IST)