<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

હિમાચલપ્રદેશ-તેલંગણા દુર્ઘટનાના મૃતકોનાં પરિવારોને પૂ. મોરારીબાપુની સહાય

રાજકોટ તા.૩: સૌથી વધુ વરસાદ અને નુકસાન હિમાચલ પ્રદેશમાં થવા પામ્‍યું છે. વાદળ ફાટવાથી અને અતિવરુષટી ને કારણે હિમાચલ પ્રદેશમાં ૪૦ લોકોનાં મોત નિપજયા છે અને લાખો રુપિયાની ખુવારી થઈ છે. પૂજ્‍ય બાપુની રામકથા અમેરિકામાં લિટલ રોક ખાતે ચાલી રહી છે અને તેમને આ સમાચાર પ્રાપ્ત થતાં માર્યા ગયેલાઓને શ્રધ્‍ધાંજલિ પાઠવી છે.  તેમના પરિવારજનોને રુપિયા ૬ લાખની સહાય અર્પણ કરી છે. આ વિતિય સેવા કથાના મનોરથી પરિવાર દ્વારા કરવામાં આવશે અને ટ્રસ્‍ટ દ્વારા રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે.

તેલંગણા રાજ્‍યની દવાની ફેક્‍ટરીમાં બ્‍લાસ્‍ટ થયો હતો અને ભયાનક આગ લાગી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૪૪ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્‍ય બાપુએ ઉપરોક્‍ત ઘટનામાં માર્યા ગયેલાઓને પણ રુપિયા  ૬,૬૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. મુખ્‍યમંત્રી રાહત ફંડ માં જમા કરાવી દેવામાં આવશે.

ગાંધીનગર નજીક એક કાર કેનાલમાં ખાબકતાં ત્રણ લોકોનાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ ૪૫,૦૦૦ની સહાય મોકલવામાં આવશે. જામનગરમાં સલાયા નજીક બે યુવકનાં પાણીમાં ડૂબી જતાં મોત નિપજયા હતા તેમને પણ ૩૦,૦૦૦ની  સહાય મોકલવામાં આવશે. પૂજ્‍ય મોરારીબાપુએ તમામ મળતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

(3:52 PM IST)