<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૮૦‘‘કામનાના પહેલા અને જાણવાના પહેલા હું કેવી રીતે કહી શકું છું કે હું છું? વિમર્શ કરો.સોૈંદર્યમાં વિલીન થઇ જાઓ.''

એક કામના પેદા થાય છે અને કામના સાથે એવો ભાવ ઉત્‍પન્‍ન થાય છે કે હું છું એક વિચાર ઉઠે છે અને વિચારની સાથે એ ભાવ ઉઠે છે કે હું છું આને પોતાના અનુભવમાં જ જુઓ. કામના પહેલા અને જાણવાના પહેલા અહંકાર નથી. મોૈન બેસો અને ભીતર જુઓ. એક વિચાર ઉઠે છે અને

તમે એ વિચાર સાથે તાદાત્‍મ્‍ય કરી લો છો. એક કામના ઉત્‍પન્ન થાય છે અને તમે કામનાની સાથે એકરૂપ થઇ જાવ છો. એ તાદાત્‍મ્‍યમાં તમે અહંકાર બની જાવ છો. પછી જરા વિચારોઃ કોઇ કામના નથી, કોઇ જ્ઞાન  નથી, કોઇ વિચાર નથી. તમારું કોઇની સાથે તાદાત્‍મ્‍ય થઇ શકતું નથી. અહંકાર ઉભો થઇ શકતો નથી  પહેલા જુઓ, મનમાં ને મનમાં કામનાને ઉઠતી જુઓ અને જયારે તમે જોવામાં નિષ્‍ણાંત થઇ જાઓ ત્‍યારે જોરથી કહેવાની જરૂર નથી. ત્‍યારે મન જ મનમાં જુઓ કે એક કામના ઉત્‍પન્‍ન થઇ છે. એક સુંદર સ્‍ત્રી પસાર થાય છે અને કામવાસના ઉઠે છે. એને મનોમન એવી રીતે જુઓ કે તમને એની સાથે કોઇ લેવા દેવા નથી. તમે ફકત ઘટી રહેલા તથ્‍યને જ જોઇ રહ્યા છો અને તમે અચાનક અનુભવ કરશો કે હું એનાથી બહાર છું.

- રજનીશના પ્રણામ

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(12:03 PM IST)