તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
દિશા સલિયન કેસમાં આદિત્ય ઠાકરેને ક્લીનચીટ: સંજય રાઉતે કહ્યું-'ફડણવીસે માફી માંગવી જોઈએ
તબીબી અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે એ સાબિત થતું નથી કે દિશા સલિયનની હત્યા કરાઈ અથવા કોઈપણ રીતે જાતીય હુમલો કરાયો હતો : મુંબઈ પોલીસનું સોગંદનામું

મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના આત્મહત્યા કેસમાં શિવસેના નેતા આદિત્ય ઠાકરેને ક્લીનચીટ મળી ગઈ છે. મુંબઈ પોલીસે બુધવારે હાઈકોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં દાવો કર્યો છે કે તબીબી અને વૈજ્ઞાનિક પુરાવાઓથી એવું સાબિત થયું નથી કે દિશા સલિયનની હત્યા કરવામાં આવી હતી અથવા કોઈપણ રીતે તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.
આ કેસમાં શિવસેના ઠાકરે જૂથના ધારાસભ્ય આદિત્ય ઠાકરે પણ આરોપી હતા. દિશા સલિયાનના પિતા સતીશ સલિયાને હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને આ કેસની CBI તપાસની માંગ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન પોલીસે સોગંદનામું દાખલ કર્યું છે.
મુંબઈ પોલીસે હાઈકોર્ટમાં દાવો કર્યો છે કે સોગંદનામામાં તબીબી અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે એ સાબિત થતું નથી કે દિશા સલિયનની હત્યા કરવામાં આવી હતી અથવા કોઈપણ રીતે જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સોગંદનામામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે અરજદારોના આરોપોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી કે દિશાની હત્યા કરવામાં આવી હતી અને શિવસેના (ઠાકરે જૂથ)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરે હત્યામાં સામેલ હતા.
આ મામલે ભાજપના નેતાઓ નારાયણ રાણે અને નિતેશ રાણેએ આરોપ લગાવ્યો હતો કે દિશા સલિયન આત્મહત્યા કેસમાં આદિત્ય ઠાકરે સંડોવાયેલા છે. આ કેસમાં આદિત્ય ઠાકરેનો નાર્કો ટેસ્ટ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી.
પોલીસ ચાર્જશીટમાં કોઈ પુરાવા ન મળ્યા બાદ, શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે વિપક્ષી નેતાઓને કહ્યું, "હવે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (આદિત્ય ઠાકરે પાસે) માફી માંગવી જોઈએ. નારાયણ રાણેના પુત્ર નીતિશ રાણે, દેવેન્દ્ર ફડણવીસ, અન્ય ભાજપના નેતાઓ, એકનાથ શિંદે, તે બધાએ શિવસેના (UBT) અને આદિત્ય ઠાકરે પાસે માફી માંગવી જોઈએ."
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
