તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
દિલ્હીવાસીએ ૮૪ લાખ રૂપિયાની મર્સિડીઝ અઢી લાખમાં વેચવી પડી
૧૦ વર્ષ જૂના ડીઝલ અને ૧૫ વર્ષ જૂના પેટ્રોલ વાહનોને સોમવારથી ફયુઅલ નહીં મળતાં પાણીના ભાવે ગાડી વેચી દેવાનો વારો આવ્યો જૂના વાહનોને ફયુઅલ નહીં આપવાના નવા નિયમના કારણે જૂનાં વાહનોના દિલ્હીમાં કોઈ ખરીદદાર નથી

નવી દિલ્હી,તા.૦૩: દિલ્હીમાં સરકાર દ્વારા નવી લાગુ કરાયેલી ‘એન્ડ ઑફ લાઇફ' (EoL) વાહનનીતિને કારણે જૂનાં વાહનો ધરાવતા વાહનમાલિકોને તેમનાં વાહનો પાણીના ભાવે વેચવાની ફરજ પડી છે. ૨૦૧૫માં વરુણ વિજે મર્સિડીઝ-બેન્ઝ ML૩૫૦ ૮૪ લાખ રૂપિયામાં ખરીદી હતી, પણ હવે તેમને આ કાર માત્ર અઢી લાખ રૂપિયામાં વેચવાની ફરજ પડી છે. બીજી તરફ સારી રીતે જાળવણી કરાયેલી લક્ઝરી કાર રેન્જ રોવર રિતેશ ગંડોત્રાને સાવ નજીવા ભાવે વેચવાની ફરજ પડી હતી.
જૂનાં વાહનોને ફયુઅલ નહીં આપવાના નવા નિયમના કારણે જૂનાં વાહનોના દિલ્હીમાં કોઈ ખરીદદાર નથી. રેન્જ રોવર, મર્સિડીઝ જેવી પ્રીમિયમ કારને અન્ય રાજ્યમાં વેચવાની ફરજ પડી છે જેના કારણે વાહનમાલિકોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.
૮ વર્ષ જૂની ડીઝલ રેન્જ રોવરના માલિક રિતેશ ગંડોત્રાએ જણાવ્યું હતું કે ‘કોવિડ લૉકડાઉન વખતે મારી કાર બે વર્ષ સુધી એમનેમ પડી હતી. એનું આશરે બે લાખ કિલોમીટરનું સંભવિત આયુષ્ય બાકી છે. આ કારની સારી રીતે જાળવણી થતી હતી અને એ ફક્ત ૭૪,૦૦૦ કિલોમીટર ચાલી હતી. હવે ડીઝલ પ્રતિબંધને કારણે ૨૦૧૮માં પંચાવન લાખ રૂપિયામાં ખરીદેલી આ કારને સસ્તા ભાવે વેચવાની ફરજ પડી છે. નેશનલ કેપિટલ રીજન (NCR)ની બહારના ખરીદદારોને ખૂબ જ ઓછા ભાવે વેચવી પડી છે.
૮૪ લાખ રૂપિયાની કાર અઢી લાખ રૂપિયામાં વેચી દેનારા વરુણ વિજે છેલ્લા એક દાયકામાં તેમના પરિવારના જીવનનો ભાગ બની ગયેલી કાર છોડી દેવાના ભાવનાત્મક દુઃખનું વર્ણન કરતાં કહ્યું હતું કે ‘આ કાર સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે. પુત્રને હોસ્ટેલથી લેવા એનો ઉપયોગ થતો હતો. એમાં દર વીક-એન્ડમાં રોડ-ટ્રિપ્સ થતી હતી. વીક-એન્ડમાં અમે સાતથી આઠ કલાક આ કાર ચલાવતા હતા. આ કાર ૧૦ વર્ષથી અમારા જીવનનો એક ભાગ રહી છે. આ કાર ઉત્તમ સ્થિતિમાં છે અને માત્ર ૧.૩૫ લાખ કિલોમીટર ચાલી છે. નવા નિયમોમાં વિકલ્પના અભાવે કાર વેચવી પડી છે. કાર બિલકુલ સારી હતી. કયારેય કોઈ મોટી ખામી સર્જાઈ નથી. ફક્ત નિયમિત સર્વિસ અને ટાયર બદલવામાં આવ્યાં હતાં. મને આશા હતી કે હું વાહનનું રજિસ્ટ્રેશન રિન્યુ કરી શકીશ, પરંતુ એ વિકલ્પ સાકાર થયો નહીં. કોઈ એને અઢી લાખ રૂપિયામાં ખરીદવા પણ તૈયાર નહોતું. અંતે મજબૂરીથી મારે એને વેચવી પડી.'
આ નવો ચ્ંન્ નિર્દેશ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (ઘ્ખ્મ્પ્)ના આદેશને અનુસરે છે, આ પ્રતિબંધ હેઠળ દિલ્હીમાં ડીઝલ વાહનો ૧૦ વર્ષ અને પેટ્રોલ વાહનો ૧૫ વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલ્યા બાદ એને સ્ક્રેપમાં નાખવાનાં રહે છે. તેમને પેટ્રોલ પંપ પર બળતણ પૂરું પાડવામાં આવશે નહીં. પહેલી જુલાઈથી આ નિયમ અમલમાં આવ્યો છે. આ નિર્દેશનો હેતુ દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવાનો છે
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
