તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 3rd July 2025
બપોરે ૧ વાગ્યા બાદ વરસાદની જમાવટઃ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા 2 ઈંચમાં સમગ્ર શહેર જળબંબાકાર
બપોરે ૨:૪૫ વાગ્યે પણ વરસાદ ચાલુઃ આકાશમાં ઘનઘોર વાદળો છવાયાઃ મેઘાવી માહોલ યથાવત રહે તેવી સંભાવના

રાજકોટઃ શહેરમાં આજે બપોરે મેઘરાજાની આક્રમક બેટીંગ જોવા મળી છે. દેધનાધન વરસી રહ્યો છે. એક થી દોઢ કલાકમાં હવામાન વિભાગમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. તો આ લખાય છે ત્યારે ૨:૪૫ વાગે વરસાદ ચાલુ છે. આકાશમાં ઘનઘોર વાદળો છવાયા છે. સાંજના અને રાત્રીના સમયે પણ વરસાદી માહોલ જળવાઈ રહે તેવી પૂરેપૂરી સંભાવના છે.
છેલ્લા કેટલાક દિવસોની જેમ આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળેલ. દરમિયાન બપોરે એકાદ વાગ્યા બાદ એકદમ વાદળો છવાઈ ગયા હતા. થોડીવારમાં તો દેધનાધન ચાલુ થઈ ગયો હતો. શરૂઆતમાં તો એવું લાગતું હતું કે હમણાં થંભી જશે. પરંતુ જોર વધી ગયું હતું.
વરસાદી વાતાવરણના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી.
જોરદાર વરસાદના પગલે શહેરના રાજમાર્ગો ઉપર દર વખતની જેમ આ વખતે પણ પાણી ભરાઈ ગયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં તો વધુ પાણી ભરાઈ ગયા હતા. બપોરે શાળાએથી છુટીને જતાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ઓફિસ અને દુકાનોએથી પરત ઘરે જતાં લોકોને ફરજીયાત ન્હાવાની કે રેઈનકોટનો સહારો લેવો પડયો હતો.
વરસાદનું જોર એટલું હતું કે થોડીવારમાં તો રસ્તાઓ ઉપર નદી વહેવા લાગી હતી. આમ, મેઘરાજાનું આક્રમક બેટીંગ જોવા મળ્યું હતું.(૪૦.૩૦)
શહેરમાં ૧ કલાકમાં દે ધનાધન બે ઇંચ વરસાદ
રાજકોટઃ શહેરમાં બપોરે ૧ વાગ્યા બાદ વાતાવરણમાં ઍકાઍક પલ્ટો આવ્યા બાદ હવામાન ખાતાની આગાહી મુજબ ઍક કલાકમાં ૧ થી બે ઇંચ વરસાદ પડયો છે. વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં ૪૩ મીમી તથા સામાકાઠે માત્ર ર૭ મીમી ફાયર કંટ્રોલ રૂમમાં નોîધાયો.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
