<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd July 2025

ફ્લાઇટમાં હલ્લાબોલ : બે મુસાફરો વચ્ચે મારપીટ ! : મિયામી-ફિલાડેલ્ફિયા ફ્લાઇટમા ઝઘડો કરવા બદલ ભારતીય મૂળના ઇશાન શર્માની ધરપકડ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, ઇશાન અને કીનુ ઇવાન્સ એકબીજા પર મુક્કાબાજી કરતા જોવા મળ્યા

નવી દિલ્હી. ભારતીય મૂળના નાગરિક ઇશાન શર્મા મિયામીથી ફિલાડેલ્ફિયા જતી ફ્લાઇટમાં કોઈ કારણ વગર એક મુસાફર સાથે ઝઘડો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કૃત્ય બદલ ઇશાનની ધરપકડ કરવામાં આવી છે. ઇશાનનો કીનુ ઇવાન્સ નામના વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને એકબીજા પર મુક્કાબાજી કરી રહ્યા છે. ફ્લાઇટ એટેન્ડન્ટે બંનેને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો.

આ ઘટના પછી, ઇવાન્સે કહ્યું કે વીડિયોમાં ઝઘડો કેવી રીતે શરૂ થયો તે બતાવવામાં આવ્યું નથી. આ વીડિયોમાં, હું ફક્ત મારો બચાવ કરતો બતાવવામાં આવ્યો છું. ઇવાન્સે કહ્યું કે તે (ઇશાન શર્મા) મને સતત લડાઈ માટે પડકારતો હતો. તે મને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. તે ગુસ્સાથી મારી સામે જોઈ રહ્યો હતો. તેણે મારું ગળું પકડી લીધું અને માર મારવાનું શરૂ કર્યું.

પોલીસે ઇશાનની ધરપકડ કરી ત્યારે તેના ચહેરા પર ઈજાના નિશાન હતા. ઇશાનને પણ અનેક ટાંકા આવ્યા હતા. ઇશાન શર્મા પર ફ્લાઇટમાં હુમલો કરવાનો આરોપ છે.

(6:45 PM IST)