<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

મુંબઈનાં બધાં જ કબૂતરખાનાં બંધ કરશે સરકાર

કબૂતરખાનાની આસપાસ રહેતા લોકોને ખાસ કરીને શ્વસનને લગતી સમસ્‍યાઓ સર્જાતી હોવાથી

 

મુંબઇ તા.૪: કબૂતરખાનાની આસપાસ રહેતા લોકોને સ્‍વાસ્‍થ્‍ય સંબંધી, ખાસ કરીને શ્વસનને લગતી સમસ્‍યાઓ સર્જાતી હોવાથી મુંબઈનાં બધાં જ કબૂતરખાનાં બંધ કરવાનો નિર્ણય રાજ્‍ય સરકારે લીધો છે. આ વિશે ટૂંક સમયમાં જ રાજ્‍ય સરકાર બળહન્‍મુંબઈ મ્‍યુનિસિપલ કૉર્પોરેશન ને જણાવશે એમ  રાજ્‍યના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે કહ્યું હતું. મરીન ડ્રાઇવ, દાદર, અંધેરી અને બોરીવલી એ કબૂતરોને ચણ નાખવાના હોટ સ્‍પોટ હોવાનું જણાઈ આવ્‍યું છે. તેમણે કહેલ કે,‘મુંબઈમાં ૫૧ કબૂતરખાનાં છે'.

શિવસેનાના એમએલએ મનીષા કાયંદેએ કહ્યું હતું કે દાદરમાં ટ્રાફિક આઇલૅન્‍ડમાં કબૂતરખાનું બનાવી દેવાયું છે. એ હટાવી એની જગ્‍યાએ ફૂલઝાડ રોપવા જોઈએ અથવા એ જગ્‍યાએ મિયાવાકી જેવો બગીચો  પણ ઊભો કરી શકાય. કબૂતરની ચરક અને એમનાં પીછાંને કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

મનીષા કાયંદેની રજૂઆતને સમર્થન આપતાં ભારતીય જનતા પાર્ટીનાં ચિત્રા વાઘે કહ્યું હતું કે ‘મેં મારા અંધેરીના એક સંબંધીને આ કબૂતરની ચરકને કારણે ગુમાવ્‍યા છે. આનો અંત લાવવા મક્કમ પગલાં લેવાં જરૂરી છે.'

ઉદય સામંતે તેમની આ રજૂઆત સંદર્ભે કહ્યું હતું કે ‘અમે આ લોકોને પડતી સમસ્‍યાઓ સમજીએ છીએ અને એથી એક મહિનો લોકોમાં આ બદલ જનજાગળતિ આવે એ માટે અભિયાન ચલાવીશું. જે લોકો કબૂતરખાના પાસે રહે છે તેમને એનાથી તકલીફ થાય છે તે જગ્‍યાઓએ કબૂતરને ચણ નાખનારાઓને સમજાવીશું.'(૩૮.૬)

(9:49 AM IST)