<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

ડાયરેક્‍ટ વોટ્‍સએપમાં જ ડોકયુમેન્‍ટ સ્‍કેન કરીને PDF બનાવી શકાશે

 

મુંબઈ, તા.૪: અત્‍યાર સુધી કોઈ ડૉકયુમેન્‍ટ કે ફોટો સ્‍કૅન કરવો હોય તો એ માટે અલગથી ઍપ ડાઉનલોડ કરવી પડતી હતી, પરંતુ હવે આ ફીચર વૉટ્‍સઍપમાં પણ ઉપલબ્‍ધ થઈ ગયું છે. આ ફીચર વાપરીને વૉટ્‍સઍપમાં જ ડૉકયુમેન્‍ટ્‍સ સ્‍કૅન કરીને પોર્ટેબલ ડૉકયુમેન્‍ટ ફૉર્મેટ ફાઇન બનાવી શકાશે.

વૉટ્‍સઍપના નવાં ફીચર્સ ટ્રૅક કરનારી વેબસાઇટના રિપોર્ટ મુજબ વૉટ્‍સઍપ પર ડૉકયુમેન્‍ટ સ્‍કૅન કરવાનું ફીચર આવી ગયું છે. ઍન્‍ડ્રૉઇડ બીટા ટેસ્‍ટર્સ માટે આ નવું ફીચર આવ્‍યું છે જેમાં કોઈ પણ ડૉકયુમેન્‍ટ કે ફોટોને સ્‍કૅન કરી શકાશે. છેલ્લા થોડા મહિનાઓથી ઍપલના ફોનમાં આ ફીચર ઉપલબ્‍ધ હતું. ગૂગલ પ્‍લેસ્‍ટોરમાંથી વૉટ્‍સઍપનું લેટેસ્‍ટ અપડેટ ડાઉનલોડ કરવાથી આ ફીચર કાર્યરત થઈ જશે.

(4:09 PM IST)