<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

રાજસ્‍થાનમાં મેઘરાજાનું તાંડવઃ નદીઓ ગાંડીતૂરઃગામ જળમગ્નઃ વાહનો ડૂબ્‍યાં

જયપૂર તા.૪: રાજસ્‍થાનમાં આ વર્ષે બીજી જૂનથી ચોમાસું બેસી ગયું હતું અને જૂન મહિનામાં જ ૧૨૮ ગણો વરસાદ પડી ચૂકયો હતો. બીજી જુલાઈએ શરૂ થયેલા વરસાદના સેકન્‍ડ રાઉન્‍ડમાં રાજસ્‍થાનના કોટા, બાંરા, બુંદી અને ઝાલાવાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી અને નાળાં છલકાઈને ગામોમાં પાણી ફરી વળ્‍યાં હતાં.તાજેતરમાં જ વરસાદનું તાંડવ જોવા મળ્‍યું હતું અને અનેક ગામોનો મુખ્‍ય શહેરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ભારે વરસાદને કારણે સ્‍કૂટી, બાઇક અને ગાડીઓ પાણીમાં વહી ગયાં હતાં. ચંબલ નદી પર બનેલા બંધના આઠ ગેટ ખોલવામાં આવતા નીચલા વિસ્‍તારોમાં જળભરાવ થયો હતો.

વરસાદને કારણે ખાનપુર પાસે આવેલું ગોલાણા ગામ આખું જળમગ્ન થઈ ગયું હતું. અહીંની મુખ્‍ય બજારોમાં પણ બેથી પાંચ ફુટ પાણી ભરાઈ ગયાં હતાં. મોસમ વિભાગે જુલાઈ સુધી  અતિભારે વરસાદનું અલર્ટ આપ્‍યું છે

(1:54 PM IST)