<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

રશિયાએ તાલિબાન સરકારને માન્‍યતા આપી

આમ કરનાર પ્રથમ દેશ બન્‍યોઃ સંયુક્‍ત રાષ્‍ટ્ર (UN) અને યુરોપિયન યુનિયન જેવા સંગઠનોએ હજુ સુધી તાલિબાનને માન્‍યતા આપી નથી

મોસ્‍કો,તા.૦૪: રશિયાએ અફઘાનિસ્‍તાનમાં તાલિબાન સરકારને ઔપચારિક માન્‍યતા આપવાની જાહેરાત કરી છે. રશિયન ફેડરેશનના રાજદૂત દિમિત્રી ઝિરનોવ વિદેશ પ્રધાન મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે મુલાકાત કરી. બેઠક દરમિયાન, રશિયન રાજદૂત ઝિર્નોવે ઔપચારિક રીતે માહિતી આપી કે રશિયન સરકારે અફઘાનિસ્‍તાનના ઇસ્‍લામિક અમીરાતને માન્‍યતા આપવાનો નિર્ણય લીધો છે.

રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્‍યું હતું કે અફઘાનિસ્‍તાનના નવનિયુક્‍ત રાજદૂત ગુલ હસન હસનના ઓળખપત્રો પ્રાપ્ત થઈ ગયા છે. રશિયન વિદેશ મંત્રાલયે અમારું માનવું છે કે અફઘાનિસ્‍તાનની ઇસ્‍લામિક અમીરાતની સરકારને સત્તાવાર માન્‍યતા આપવાથી અમારા દેશો વચ્‍ચે વિવિધ ક્ષેત્રોમાં ઉત્‍પાદક દ્વિપક્ષીય સહયોગના વિકાસને પ્રોત્‍સાહન મળશે.

આ નિર્ણય એવા સમયે આવ્‍યો છે જ્‍યારે વિશ્વના મોટાભાગના દેશોએ હજુ સુધી તાલિબાનને સત્તાવાર સરકાર તરીકે માન્‍યતા આપી નથી. આને રશિયાની વિદેશ નીતિમાં એક મોટો વ્‍યૂહાત્‍મક પરિવર્તન માનવામાં આવી રહ્યો છે.  આ સાથે રશિયા અફઘાનિસ્‍તાનમાં તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્‍યતા આપનાર પ્રથમ દેશ બન્‍યો છે. જો કે સંયુક્‍ત રાષ્‍ટ્ર (યુનો) અને યુરોપિયન યુનિયન (ઈયુ) જેવા સંગઠનોએ હજુ સુધી તાલિબાનને માન્‍યતા આપી નથી.

૨૦૨૧માં અફઘાનિસ્‍તાનમાં તાલિબાન શાસન અમલમાં આવ્‍યું. યુએસ દળોએ દેશ છોડ્‍યા પછી, તાલિબાન નેતાઓએ દેશનું નેતળત્‍વ પોતાના હાથમાં લઈ લીધું. હાલમાં, અફઘાનિસ્‍તાનના વિદેશ મંત્રાલયની જવાબદારી અમીર ખાન મુત્તકી પાસે છે. રશિયાએ હવે તાલિબાનને ગેરકાયદેસર સંગઠનોની યાદીમાંથી દૂર કરી દીધું છે.

(2:39 PM IST)