હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકન કંપનીની શેરબજારમાં હેરાફેરીઃ નિવેશકોને લગાવ્યો ૩૬૫૦૦ કરોડનો ચૂનો
સેબીએ તત્કાલ મૂકયો પ્રતિબંધઃ કંપનીએ હાઈફ્રીકવન્સી ટેકનીકનો ઉપયોગ કરી જંગી કમાણી કરીઃ કંપનીનો રૂા.૪૮૪૩ કરોડનો ગેરકાયદે નફો જપ્ત કરવામાં આવશે

મુંબઈ, તા.૪: સેબીએ અમેરિકન ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ પર પ્રતિબંધ મૂકયો છે. કંપની પર દલાલ સ્ટ્રીટ સાથે છેડછાડ કરીને બજારમાંથી ૩૬,૫૦૦ કરોડ રૂપિયા કમાવવાનો આરોપ છે. સેબીએ હાલમાં તેના પર વચગાળાનો પ્રતિબંધ લાદ્યો છે. તપાસ પૂર્ણ થયા પછી, કંપની પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી શકાય છે. નિયમનકારી બોર્ડે અમેરિકન કંપની સામે વચગાળાનો આદેશ જારી કર્યો અને ૪,૮૪૩ કરોડ રૂપિયાની ગેરકાયદેસર કમાણી જપ્ત કરવાનો આદેશ આપ્યો.
બજાર નિયમનકાર સેબીએ યુએસ સ્થિત ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટને સિકયોરિટીઝ માર્કેટમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકયો છે અને કંપનીને રૂ. ૪,૮૪૩.૫૭ કરોડનો ગેરકાયદેસર નફો પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. કંપની પર ઇન્ડેક્સ ઓપ્શન્સમાં મોટો નફો કમાવવા માટે સમાપ્તિ દિવસોમાં ઇન્ડેક્સ સ્તરોમાં કથિત રીતે હેરફેર કરવાનો આરોપ છે. સેબીએ જેન સ્ટ્રીટ ગ્રુપના JSI ઇન્વેસ્ટમેન્ટ્સ, JSI2 ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડ અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગ (ઓનલાઇન ટ્રેડિંગ) ને બજારમાંથી પ્રતિબંધિત કર્યા છે.ગુરુવારે સેબી દ્વારા પસાર કરાયેલા વચગાળાના આદેશ અનુસાર, JS ગ્રુપની એન્ટિટીઓએ ૧ જાન્યુઆરી, ૨૦૨૩ થી ૩૧ માર્ચ, ૨૦૨૫ દરમિયાન NSE પર તમામ પ્રોડક્ટ કેટેગરી અને સેગમેન્ટમાં ઇન્ડેક્સ ઓપ્શન્સમાંથી રૂ. ૪૩,૨૮૯ કરોડથી વધુનો નફો કર્યો હતો. વધુમાં, એન્ટિટીઓને સીધી કે આડકતરી રીતે કોઈપણ કપટપૂર્ણ, છેડછાડભરી અથવા અન્યાયી વેપાર પ્રથામાં સામેલ થવાથી અથવા ધોરણોનું ઉલ્લંઘન કરતી કોઈપણ પ્રવળત્તિમાં સામેલ થવાથી દૂર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
જેન સ્ટ્રીટ એક અમેરિકન હાઇ-ફ્રિકવન્સી કંપની છે. જે એક સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં શેર ખરીદે છે અને વેચે છે. આ ટેકનોલોજીનો ફાયદો ઉઠાવીને, કંપનીએ ભારતીય બજારમાં અરાજકતા ઉભી કરી. આ માટે, તેણે ફયુચર્સ અને ઓપ્શન્સ પસંદ કર્યા અને રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી.
ગ્લોબલ ટ્રેડિંગ કંપનીએ કૌભાંડ માટે બે પદ્ધતિઓ અપનાવી, પ્રથમ ફયુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ અને કેશ માર્કેટ વચ્ચે સંકલન કરીને અને બીજી પદ્ધતિ એક્સપાયરી ડેટ પર શેરના ભાવમાં વધારો કરીને. ધારો કે કોઈ શેર ૧૨,૦૦ રૂપિયામાં ટ્રેડ થઈ રહ્યો છે, તો જેન સ્ટ્રીટ નામની કંપનીએ પહેલા ૧૦,૦૦૦ લોટ ફયુચર્સમાં ૧,૨૦૨ રૂપિયાના ભાવે ખરીદ્યા. ઉપરાંત, ૩ રૂપિયાના ભાવે ૧૦,૦૦૦ લોટ માટે ૧,૨૨૦ રૂપિયાનો કોલ ઓપ્શન લેવામાં આવ્યો. ત્યારબાદ, કંપનીએ રોકડ બજારમાં ૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને તે શેરની કિંમતમાં વધારો થયો. જ્યારે શેરનો ભાવ રૂ. ૧,૩૨૦ પર પહોંચ્યો, ત્યારે ફયુચર્સને રૂ. ૭૩.૭૫ કરોડનો નફો થયો અને ઓપ્શન્સને રૂ. ૬૦.૬૨ કરોડનો નફો થયો. આ રીતે, ૫૦ કરોડ રૂપિયાના રોકાણ પર, કંપનીએ કુલ ૧૩૪ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી.
કંપનીએ જાન્યુઆરી ૨૦૨૩ અને માર્ચ ૨૦૨૫ વચ્ચે એક ચોક્કસ પેટર્ન અપનાવીને આ કૌભાંડ આચર્યું હતું. રિપોર્ટ અનુસાર, જેન સ્ટ્રીટે બેંક નિફ્ટી અને એક્સપાયરી ડે પર નિફ્ટીમાં પણ મોટી રણનીતિ અપનાવી હતી. કંપનીએ સવારે મોટી માત્રામાં સ્ટોક્સ અને ફયુચર્સ ખરીદ્યા, પછી ઓપ્શન્સમાં શોર્ટ પોઝિશન બનાવી અને બપોરે સ્ટોક્સ વેચી દીધા. આના કારણે ઇન્ડેક્સમાં ઘટાડો થયો અને ઓપ્શન ટ્રેડિંગમાંથી જંગી નફો થયો. ઘણી વખત, કંપનીએ છેલ્લા બે કલાકમાં નિફ્ટી લિંક્ડ શેર ખરીદ્યા અને ઓપ્શન્સ દ્વારા લાંબી પોઝિશન લીધી, જેના કારણે ઇન્ડેક્સ વધ્યો અને ઓપ્શન્સ નફામાં વેચાયા. (રર.૨૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
