<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

શેરબજારમાં રોકાણકારોનું વધતું આકર્ષણ :મહારાષ્ટ્ર,ઉત્તર પ્રદેશ પછી ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા એક કરોડને પાર પહોંચી

ફેબ્રુઆરીથી મે,2025 સુધી વૃદ્ધિ ધીમી પડ્યા બાદ મે મહિનામાં આ નોંધપાત્ર વૃદ્ધિ થઈ

મુંબઈ : ભારતમાં શેરબજાર સાથે સંકળાયેલા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સ એટલે કે નોંધાયેલા રોકાણકારોની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે.

આ સાથે એક કરોડથી વધારે રોકાણકારો ધરાવતા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત ત્રીજું રાજ્ય બની ગયું છે, તેમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવાયું હતું.

NSEની માહિતી પ્રમાણે ભારતમાં શેરબજારોમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. મે,2025 સુધીમાં ભારતમાં રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સની કૂલ સંખ્યા 11.5 કરોડ નજીક પહોંચી ગઈ છે. મે મહિનામાં 11 લાખથી વધારે નવા રોકાણકારો જોડાયા હતા, જે દર મહિનાના સરેરાશ નવ ટકા દરથી વધારે છે. ફેબ્રુઆરીથી મે,2025 સુધી વૃદ્ધિ ધીમી પડ્યા બાદ મે મહિનામાં આ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.

NSEની માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ તથા ગુજરાત હવે ભારતના કૂલ રોકાણકારોના આધારનો 36 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ફેબ્રુઆરી,2024માં 9 કરોડ રોકાણકારોના આંકડા સુધી પહોંચ્યા બાદ દર પાંચથી છ મહિનામાં એક કરોડ રોકાણકારો જોડાયા છે.

(7:23 PM IST)