હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશના મોટાભાગના વિસ્તારોમાં જામતો વરસાદી માહોલ : 13 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની ચેતવણી
મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા: મધ્યપ્રદેશમાં વરસાદની મજબૂત સિસ્ટમથી પૂર જેવી સ્થિતિ: ઓડિશાના બાલાસોરમાં સુબર્ણરેખા નદીના પૂરથી ગામો પાણીમાં: હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનનું જોખમ યથાવત

નવી દિલ્હી :હવામાન વિભાગે આગામી દિવસો માટે અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હાલ ચોમાસું સંપૂર્ણ સક્રિય સ્થિતિમાં છે, ત્યારે કયા રાજ્યોમાં કેવા વરસાદની શક્યતા છે
હવામાન વિભાગ અનુસાર, આ સમયે ચોમાસું સંપૂર્ણ સક્રિય સ્થિતિમાં છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે અને અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે.IMD દ્વારા દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ધોધમાર વરસાદની આગાહી. આ રાજ્યોમાં આગામી 24થી 48 કલાકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને, મધ્યપ્રદેશમાં વરસાદની એક મજબૂત સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ બની શકે છે. ઓડિશામાં પણ વરસાદની મજબૂત સિસ્ટમ સક્રિય હોવાથી બાલાસોર જિલ્લામાં હાલ પૂરની ગંભીર પરિસ્થિતિ છે, અને સુબર્ણરેખા નદીના પૂરથી 35 ગામો સંપર્કવિહોણા બન્યા છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં વધુ વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જેના કારણે ભૂસ્ખલન અને પૂરનું જોખમ યથાવત રહેશે.
આવી સ્થિતિમાં, હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. નદી કિનારે અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાં લોકોને ન જવાની સલાહ અપાઈ છે. ડ્રાઇવરોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવા જણાવાયું છે. સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો એલર્ટ પર છે અને કોઈ પણ કટોકટીનો સામનો કરવા તૈયાર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
