News of Friday, 4th July 2025
ઓફિસમાં કેક કાપી તો કાર્યવાહી થશે, સરકારે આપી કડક સૂચના
બર્થ ડેના નામ પર ટાઈમ પાસ કરવો મોંઘો પડશેઃમહારાષ્ટ્ર સરકારે એક નવું સર્ક્યુલર જાહેર કર્યું છે

મુંબઈ, તા.૪
મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે સરકારી ઓફિસ હવે કોઈ પણ પ્રકારના પર્સનલ ફંક્શન માટે નહીં હોય. મતલબ સ્પષ્ટ છે કે, હવે સરકારી કર્મચારી પોતાના ઓફિસ ટાઈમમાં કેક કાપી શકશે નહીં. મીણબત્તી પ્રગટાવી શકશે નહીં, અને કોઈ નાનામોટા સેલિબ્રેશન પણ કરી શકશે નહીં. સરકારે મહારાષ્ટ્ર સિવિલ સેવા આચરણ નિયમ ૧૯૭૯ અંતર્ગત આ નિર્ણય લીધો છે.
જો કોઈ કર્મચારી આ નિયમ તોડશે, તો સર્ક્યુલરમાં જાણકારી આપી છે, તેમ જો આવું કરશે તો સીધી ચેતવણી વિના કાર્યવાહીનો સામનો કરવો પડશે.
હંમેશા જોવા મળ્યું છે કે કેટલીય સરકારી ઓફિસો પાસે ઢગલાબંધ ફાઈલોના કામ પેન્ડિંગ રહે છે. પણ તેમ છતાં અમુક લોકો ઓફિસ ટાઈમમાં પોતાનો જન્મદિવસ અથવા સેલિબ્રેશન મનાવતા હોય છે. આ કારણે બાકી કામ પ્રભાવિત થાય છે. સરકારે જ્યારે આ જોયું કે ઓફિસમાં પર્સનલ સેલિબ્રેશન વધી રહ્યા છે, તો તરત તમામ સરકારી વિભાગોને એક સર્ક્યુલર મોકલી દીધો. તેમાં લખ્યું છે કે, કોઈ પણ અધિકારી કે કર્મચારી જો ઓફિસ ટાઈમમાં આવું કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો દરેક વસ્તુને કેમેરામાં કેદ કરવા માગે છે અને ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર શેર કરવા માગે છે. કેટલાય સરકારી કર્મચારી એવા પણ છે, કેક કાપે છે, વીડિયો બનાવે છે, પછી બધું પોસ્ટ કરી દે છે, પણ હવે આ બધો દેખાડો સરકારી નોકરી માટે ખતરો બની શકે છે.
સરકારનું કહેવું છે કે, આવા સેલિબ્રેશન ઓફિસની ગંભીરતા અને કામના માહોલને નુકસાન પહોંચાડે છે. સાથે જ તેનાથી એવું લાગે છે કે કર્મચારીઓ પોતાના કામને લઈને જવાબદાર નથી. એટલા માટે આવા કિસ્સામાં જરા પણ ઢીલ આપી શકાય નહીં.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
