News of Friday, 4th July 2025
કરાચીમાં મોટી દુર્ઘટના: લ્યારી વિસ્તારમાં 5 માળની ઇમારત ધરાશાયી થતા 5 લોકોના મોત: 7 ઘાયલ
ધરાશાયીની ઘટનામાં બચાવ ટીમો અને સ્થાનિક રહેવાસીઓ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી

પાકિસ્તાનના કરાચીમાં એક મોટી દુર્ઘટના બની હતી. કરાચીના લ્યારી વિસ્તારમાં 5 માળની ઇમારત ધરાશાયી થવાથી 5 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આ સાથે ઘટનામાં 7 લોકો ઘાયલ પણ થયા છે. કાટમાળમાંથી 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કરાચી પોલીસ સતત બચાવ કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના કરાચીમાં 5 માળની ઇમારત ધરાશાયી થતા 5 લોકોના મોત થયા હતા અને 7થી વધુ ઘાયલ થયા છે ઇમારત ધરાશાયીની ઘટનામાં બચાવ ટીમો અને સ્થાનિક રહેવાસીઓ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધીમાં 5 મૃતદેહો અને 7 ઘાયલ લોકોને બહાર કાઢ્યા છે. હજુ પણ ઇમારતની નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે. સ્થાનિક તંત્રની મદદથી રેસ્ક્યૂ હાલ ચાલી રહ્યું છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
